Weu Special

કોરોનાકાળમાં ચેપથી બચાવતી ઈમ્યુનિટી નબળી ન પડવા દેવી હોય તો આ વસ્તુને છોડી દેજો, જે તમે રોજ ભોજનમાં આરોગો છો !

કોરોનાકાળમાં ચેપથી બચાવતી ઈમ્યુનિટી નબળી ન પડવા દેવી હોય તો આ વસ્તુને છોડી દેજો, જે તમે રોજ ભોજનમાં આરોગો છો !

- રોગપ્રતિકારક શક્તિ કઈ બાબતથી વધે છે એ જોવા ઉપરાંત, શું કરવાથી ઇમ્યુનિટી નબળી ન પડે એ અંગે પણ સચેત રહેવું જોઈએ

- વિદેશી સંશોધનકારોના તારણો પણ આ બાબતને પુષ્ટિ આપતા કહે છે કે....

વીયુ વિશેષ, આયુર્વેદાચાર્ય

  મહામારી કોરોનાએ દુનિયાભરમાં જનજીવનને છેલ્લા બે વર્ષથી અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે અને કોરોનાથી બચવા માટે લોકો પોતાની ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત કરવાના વ્યાયામમાં લાગી પડયા છે. ભારતમાં પણ રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે અવનવા કીમિયા અજમાવાઈ રહ્યા છે. લાખો લોકો આયુર્વેદ તરફ પણ વળી ગયા છે. જોકે, રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં જેટલી મહેનત કરવામાં આવે છે એટલું ધ્યાન રોગ પ્રતિકારક શક્તિ નબળી ન પડે તે માટે પણ આપવું જરૂરી છે. રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવા માટેના ઉપાયો બહુ જ સાદા અને સરળ છે. જેમાંથી એક ઉપાય છે, મીઠું ઓછામાં ઓછું ખાવું.

  મીઠું કે નમક ભોજનમાં સ્વાદ લાવવા માટે જરૂરી છે એ વાત સાચી છે, પણ જરૂર કરતાં વધારે માત્રામાં મીઠું લેવાથી કે ભોજનમાં ઉપરથી લેવામાં આવે તો તે શરીર માટે અત્યંત નુકસાનકારક છે. તંદુરસ્ત પુખ્ત વયના લોકો માટે દરરોજ મીઠાનું સેવન કોઈપણ સંજોગોમાં એકથી બે ગ્રામ કરતા વધુ ન હોવું જોઈએ અને બાળકો માટે તો એ એથી પણ ઓછું હોવું જોઈએ. કોરોના વાયરસનો ચેપ ન લાગે એ માટે ઈમ્યુનિટી કઈ રીતે વધારવી કે સુધારવી તેની ચિંતા અત્યારે સૌને સતાવી રહી છે.

  રોગપ્રતિકારક શક્તિ કઈ કઈ બાબતોથી વધે છે એનું ધ્યાન રાખવાની સાથે શું ધ્યાન રાખવાથી ઇમ્યુનિટી નબળી ન પડે એ અંગે પણ સચેત રહેવું જોઈએ એમ નિષ્ણાંતો માની રહ્યા છે. ભોજનમાં વધુ પડતું મીઠું (નમક) ખાવાથી આપણાં શરીરમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે અને વાઈરલ તેમ જ બેક્ટેરિયલ ઇન્ફેક્શન સામે લડવાની ક્ષમતા પણ ઘટવા માંડતી હોવાનું આરોગ્ય વિભાગના જાણકારો કહી રહ્યાં છે. સાયન્સ ટ્રાન્સલેશનલ મેડિસિન નામની જર્નલમાં જર્મનીની યુનિવર્સિટી ઑફ બોને કરેલા અભ્યાસના તારણો છપાયેલાં છે. એમાં પણ આ બાબત સ્પષ્ટ રીતે જણાવવામાં આવી છે.

  જો બે - ત્રણ ગ્રામ કરતાં વધુ મીઠું જમવામાં નિયમિત લેતા હો તો શરીરમાં થયેલા ઇન્ફેક્શન મટવામાં પણ વધુ વાર લાગે છે, જે લોકો હાઈ - સોલ્ટ ડાયટ લેતા હોય છે તેમની બરોળ અને લિવરમાં રોગ પેદા કરતા પેથોજન્સની સંખ્યા સામાન્ય વ્યક્તિ કરતા 100 ગણી વધુ હોય હોવાનું વિદેશી સંશોધનકારો માની રહ્યા છે. જે ખાદ્યસામગ્રીમાં વધારાનું મીઠું હોય છે એમાં કેટ કન્ટેન્ટ પણ વધુ હોય છે, ફાસ્ટ - ફુડમાં આવું વધુ બનતુ હોય છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને નિર્ધારિત કરેલી માત્રા કરતા વધુ નમક ખાવાથી રોગ પ્રતિકારક ક્ષમતા નબળી પડે છે. (તસવીર પ્રતિકાત્મક છે)

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

કોરોનાકાળમાં ચેપથી બચાવતી ઈમ્યુનિટી નબળી ન પડવા દેવી હોય તો આ વસ્તુને છોડી દેજો, જે તમે રોજ ભોજનમાં આરોગો છો !