National

હવે આ કોંગ્રેસીએ તો બોલવામાં હદ કરી દીધી, પીએમ મોદીને ટ્વિટ કરીને ગણાવ્યા મહાન નાટ્યકાર !

હવે આ કોંગ્રેસીએ તો બોલવામાં હદ કરી દીધી, પીએમ મોદીને ટ્વિટ કરીને ગણાવ્યા મહાન નાટ્યકાર !

- ઉદિત રાજે વડાપ્રધાન મોદી પર કર્યા ગંભીર આરોપો

- નિવેદન બાદ ઉદિત રાજે આપ્યું સ્પષ્ટીકરણ

 

નવી દિલ્હી, શનિવાર

  તાજેતરમાં પંજાબની મુલાકાત વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો રાજકીય રીતે ગરમ છે. જ્યાં કેન્દ્ર સરકાર આને લઈને વિપક્ષી દળો પર આક્રમક છે. તો વિપક્ષ પણ આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે. આ કડીમાં સૌથી વિવાદીત નિવેદન આપનારાઓમાં અસંગઠિત કામગાર અને કર્મચારી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. ઉદિત રાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટીપ્પણી કરવામાં હદ વટાવી દીધી છે.

  તેમણે 2થી 3 ટ્વિટ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહારો કર્યા છે. તેમણે પોતાના પહેલા ટ્વિટમાં લખ્યું છે કે ન મોદીજીની પાસે પ્રદર્શનકારીઓ પહોંચ્યા, ન ગાળ કોઈએ આપી, ન ઈંટ અથવા પથ્થર ફેંકાયા, ન ગોળી ચાલી, ન લાઠી-દંડા ચાલ્યા, તો કેવી રીતે તેમના જીવને ખતરો હતો. તેમની ગાડીને ગોળી પણ ભેદી શકે તેમ નથી. મહાન નાટકકાર... આ ટ્વિટ બાદ તેમણે આકરો આરોપ લગાવતા લખ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાની નૌટંકીની આડમાં પાખંડીઓ અને ઝાડ-ફૂંક તથા પૂજાપાઠની દુકાનો ચાલવા લાગી છે.

  એક અન્ય ટ્વિટમાં ઉદિત રાજે લખ્યુ છે કે વડાપ્રધાન મોદીની નોટંકીએ હવે નક્કર બનાવી દીધું કે સત્તાની ભૂખ માટે પુલવામા કાંડ ખુદ કરાવ્યો. હજી સુધી હિંદુ ખતરામાં હતો હવે મોદીજી છે. ઉદિત રાજે કહ્યુ છે કે ભાજપના નેતા જ્યારે કોંગ્રેસ પાર્ટી પર કોઈપણ પુરાવા વગર ખૂની ઈરાદા જેવા અનર્ગલ આરોપો લગાવે છે, તો પ્રધાનમંત્રીજીને પુલવામા કાંડ પર સવાલ કેમ કરી શકાય નહીં ?

  જો કે બાદમાં ઉદિત રાજે પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરતા કહ્યુ છે કે જ્યારે વડાપ્રધાન માત્ર યુપી અને ઉત્તરાખંડની ચૂંટણીઓમાં સહાનુભૂતિ પ્રાપ્ત કરવા માટે સુરક્ષા ઉલ્લંઘન બાબતે નાટક કરી શકે છે- જે ક્યારેય થયું નથી, તો તેઓ પુલવામા કાંડની પાછળ હોઈ જ શકે છે.

  મહત્વપૂર્ણ છે કે 5 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફિરોઝપુરમાં રેલી માટે ગયા હતા. વડાપ્રધાન મોદી ભટિંડાથી હેલિકોપ્ટર દ્વારા હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારક સુધી જવાના હતા. હવામાન ખરાબ હોવાથી વીસ મિનિટ રાહ જોયા બાદ સડક માર્ગે હુસૈનીવાલા જવાનું નક્કી કરાયું હતું. રાષ્ટ્રીય શહીદ સ્મારકથી માત્ર 30 કિલોમીટર દૂર કેટલાક પ્રદર્શનકારીઓએ રોડ બ્લોક કરી દીધો હતો. તેના કારણે વડાપ્રધાન મોદી એક ફ્લાયઓવર પર 15થી 20 મિનિટ સુધી ફસાયેલા રહ્યા હતા.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

 

હવે આ કોંગ્રેસીએ તો બોલવામાં હદ કરી દીધી, પીએમ મોદીને ટ્વિટ કરીને ગણાવ્યા મહાન નાટ્યકાર !