National

બકરું કાઢતા ઊંટ પેઠું ? આ રાજ્યમાં ડેલ્ટાને બદલે નવો વેરિયન્ટ મળતા હાહાકાર

બકરું કાઢતા ઊંટ પેઠું ? આ રાજ્યમાં ડેલ્ટાને બદલે નવો વેરિયન્ટ મળતા હાહાકાર

- ભારતમાં ઓમિક્રોનનું બદલાયું સ્વરૂપ

- BA.1વેરિએન્ટ દેશભરમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે

- મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાોમાં આ નવો વેરિએન્ટ જોવા મળી રહ્યો

નવી દિલ્હી,સોમવાર

  દેશભરમાં કોરોનાના કેસની સાથે સાથે ઓમિક્રોમ વેરિએન્ટના કેસ પણ નોંધાઇ રહ્યા છે. જો કે જે ઝડપથી કેસો નોંધાઇ રહ્યા છે તેમી પાછળ ઓમીક્રોન વેરિએન્ટને જવાબદાર ગણવામાં આવી રહ્યો છે પરંતુ ઓમીક્રોને ભારતમાં પોતાનું રુપ બદલી નાંખ્યુ છે. ઓમીક્રોનનું નવુ રૂપ ગણાતા BA.1વેરિએન્ટે હવે ડેલ્ટાની જગ્યા લેવાનું શરુ કરી દીધુ છે. મહારાષ્ટ્ર અને કેટલાક જિલ્લાોમાં આ નવો વેરિએન્ટ જોવા મળી રહ્યો છે. જો કે હાલતો દેશના વૈજ્ઞાનિકો પોઝિટીવ ક્લિનિકલ સેમ્પલ્સનું જિનોમ સિક્વન્સિંગ કરવામાં વ્યસ્ત છે. આ સ્ટડી બાદ કંઇક નવી જાણકારી સામે આવી શકે છે . વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે દેશમાં ઓમીક્રોન નહી પરંતુ BA.1વેરિએન્ટ દેશભરમાં ઝડપથી ફેલાઇ રહેલા કેસો માટે જવાબદાર છે.

  તમને જણાવી દઈએ કે 20 ડિસેમ્બરથી દેશમાં કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે. સોમવારે દેશભરમાં એક જ દિવસમાં 1.80 લાખ નવા કેસનો આંકડો સામે આવ્યો છે. મહારાષ્ટ્ર, દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં કેસની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. નિષ્ણાતોનું માનવું છે કે દેશમાં ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે અને ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં તે ટોચ પર પહોંચશે. જો કે, રાહતની વાત એ છે કે ભલે કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે, પરંતુ મોટાભાગના લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી.

માર્ચના મધ્યમાં ત્રીજી લહેર નબળી પડશે- એક્સપર્ટ
  IIT કાનપુરના પ્રોફેસર મહેન્દ્ર અગ્રવાલે કહ્યું કે માર્ચના મધ્ય સુધીમાં કોરોનાની આ ત્રીજી લહેર ઘણી ધીમી થઈ જશે. ત્રીજી લહેર આ મહિનાના મધ્યમાં તેની ટોચે પહોંચી શકે છે. અમારી પાસે આખા ભારત માટે પૂરતો ડેટા નથી, પરંતુ અમારી વર્તમાન ગણતરી મુજબ અમે અપેક્ષા રાખીએ છીએ કે ત્રીજી તરંગ આવતા મહિનાની શરૂઆતમાં ટોચ પર આવશે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

બકરું કાઢતા ઊંટ પેઠું ? આ રાજ્યમાં ડેલ્ટાને બદલે નવો વેરિયન્ટ મળતા હાહાકાર