
- ગ્રામજનોએ પોલીસ પાસે કાર્યવાહીની માંગ કરી
- પોલીસને ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી
કર્ણાટક,ગુરુવાર
કર્ણાટક પોલીસે દાવંગેરે જિલ્લામાં માનસિક રીતે અશક્ત મહિલા પર દુષ્કર્મ કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરી છે અને અન્ય વ્યક્તિની શોધ ખોળ હાથ ધરાઇ છે. આરોપીએ મહિલાને કોલ્ડ ડ્રિંકનું બહાનું બનાવીને દારૂ પીવડાવ્યો હતો અને દુષ્કર્મનો ગુનો આચર્યો હતો.

મહિલા તેની બહેન અને માતા સાથે રહે છે. આરોપીઓ મૈસૂરહલ્લીના રહેવાસી પ્રભુ અને કુંડાવાડા ગામના રહેવાસી કિરણ કુમાર છે. આરોપી મહિલાને તેના ખેતરમાં લઈ ગયો અને ત્યાં તેને બળજબરીથી દારૂ પીવડાવી અને તેના પર દુષ્કર્મ ગુજાર્યો હતો. દાવંગેરના પોલીસ અધિક્ષક સિબી રિષ્યંતે જણાવ્યું હતું કે આ ઘટના 3 જાન્યુઆરીએ નોંધવામાં આવી હતી. દાવણગેરે ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો છે. એક આરોપી કિરણ કુમાર (25)ની ધરપકડ કરવામાં આવી છે. મહિલાને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એસપીએ કહ્યું કે પીડિતાની માતાએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર પીડિતાની હાલત નાજુક છે. ગ્રામજનોએ પોલીસ પાસે કાર્યવાહીની માંગ કરી છે. પોલીસને આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. (તસ્વીર પ્રતીકાત્મક છે)

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu
