International

કોરોનાની બેકાબુ સ્થિતિને કારણે નેપાળના વડાપ્રધાન શેરબહાદૂર દેઉબાની ભારત મુલાકાત રદ્દ

કોરોનાની બેકાબુ સ્થિતિને કારણે નેપાળના વડાપ્રધાન શેરબહાદૂર દેઉબાની ભારત મુલાકાત રદ્દ

- નેપાળના વડાપ્રધાન 4 દિવસ માટે ભારતના બનવાના હતા અતિથિ

- દિલ્હીમાં થવાની હતી ભારત-નેપાળના પીએમ વચ્ચે વાટાઘાટો

 

કાઠમંડૂ, શુક્રવાર

  નેપાળના વડાપ્રધાન શેરબહાદૂર દેઉબા આગામી સપ્તાહે ભારતની મુલાકાતે આવવાના હતા. પરંતુ તેમણે હવે પોતાની ભારત મુલાકાતને વધતા કોરોનાના મામલાઓને લઈને રદ્દ કરી છે. દેઉબા ગુજરાત સરકાર દ્વારા આયોજીત થનારી વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં સામેલ થવાના હતા. પરંતુ ગુજરાત સરકાર દ્વારા કોરોનાના વધતા કેસોને કારણે વાઈબ્રન્ટ સમિટને રદ્દ કરવામાં આવી છે. આ સમિટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘટાન કરવાના હતા.

  નેપાળના વડાપ્રધાન બન્યા બાદ શેરબહાદૂર દેઉબા 9 જાન્યુઆરીથી ચાર દિવસની ભારતની મુલાકાતે આવવાના હતા. આ મુલાકાત દરમિયાન તેઓ સમિટમાં ભાગ લેવના હતા અને દિલ્હીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરવાના હતા. મહત્વપૂર્ણ છે કે ભારત અને નેપાળ વચ્ચે ગત વર્ષ સીમા વિવાદ થયો હતો. ત્યારે નેપાળે ભારત દ્વારા બનાવવામાં આવેલી સડકને લઈને વાંધો વ્યક્ત કર્યો હતો. બાદમાં ડિપ્લોમેટિક સ્તર પર વાતચીત બાદ આ મામલો ઉકેલવામાં આવ્યો હતો.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

કોરોનાની બેકાબુ સ્થિતિને કારણે નેપાળના વડાપ્રધાન શેરબહાદૂર દેઉબાની ભારત મુલાકાત રદ્દ