Gujarat

કોરોના સામે રાજ્ય સરકાર એક્શનમાં : 15 જાન્યુઆરી સુધી મુખ્યમંત્રીએ તમામ સરકારી કાર્યક્રમો રદ કર્યા 

કોરોના સામે રાજ્ય સરકાર એક્શનમાં : 15 જાન્યુઆરી સુધી મુખ્યમંત્રીએ તમામ સરકારી કાર્યક્રમો રદ કર્યા 

- સોમવારથી હાઈકોર્ટમાં વચ્ર્યુઅલી હિયરિંગ : ફિઝિકલ હિયરિંગ બંધ કરી દેવાશે, હાઈકોર્ટ પરિસર સેનેટાઈઝેશન કરાશે
- કોઈપણ ભોગે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સરકાર કટિબદ્વ : આજે કોર કમિટીની મહત્વની બેઠક મળશે 

ગાંધીનગર,શુક્રવાર 

  રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરને લઈ રાજ્ય સરકાર એકશન મોડમાં આવી ચૂકી છે. વાઈબ્રન્ટ સમિટ, ફ્લાવર શો, કાઈટ ફેસ્ટિવલ રદ કરી દેવામાં આવ્યા છે અને એ સાથે જ આગામી ૧૫મી જાન્યુઆરી સુધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ સરકારી કાર્યક્રમો રદ કરી દીધા છે. આ સિવાય મંત્રીઓને પોતાના વિસ્તારમાં દોડાવાયા છે, જિલ્લા પ્રભારીઓને પણ પોતાના જિલ્લાઓમાં મોકલાયા છે. બીજી તરફ હાઈકોર્ટ પણ કોરોનાને લઈ સજાગ બની છે અને સોમવારથી વચ્ર્યુલી હિયરિંગ હાથ ધરવામાં આવશે અને ફિઝિકલ સુનાવણી બંધ કરી દેવામાં આવશે. બે દિવસમાં હાઈકોર્ટ પરિસરને પણ સેનેટાઈઝેશન કરી દેવામાં આવશે તો વકીલોની ચેમ્બર્સને પણ બંધ કરી દેવામા આવશે. આજે બપોર બાદ રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક મળનારી છે અને તેમાં નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી શકે છે. રાજ્યમાં જે રીતે જેટ ગતિએ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તે અટકાવવા માટે સરકાર કટિબદ્વ બની છે અને પ્રજા માટે પણ નવી ગાઈડલાઈન આવી શકે છે. 

  રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થયા બાદ રાજ્ય સરકાર ચિંતિત બની છે. વાઈબ્રન્ટ સમિટ સહિતના કાર્યક્રમો પણ રદ કરી દીધા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આગામી તા.૧૫મી જાન્યુઆરી સુધીના પોતાના તમામ સરકારી કાર્યક્રમો રદ કરી દીધા છે. આ સિવાય પોતાના મંત્રીઓને પણ પોતાના મત વિસ્તારમાં દોડાવ્યા છે, જિલ્લા પ્રભારીઓને પણ પોતાના જિલ્લાઓમાં મોકલાયા છે અને કોરોના સામે આરોગ્ય વિષયક સેવાઓ કેવી છે તેની સમીક્ષા કરવામાં આવી રહી છે અને તેઓ મુખ્યમંત્રીને વીડિયો કોન્ફરન્સથી માહિતગાર કરશે. આ સિવાય હાઈકોર્ટે પણ અગમચેતીના ભાગરૂપે આગામી સોમવારથી ફિઝિકલ સુનાવણી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. સોમવાર પહેલાં બે દિવસમાં હાઈકોર્ટ પરિસરને સેનિટાઈઝેશન કરાશે, હાઈકોર્ટમાં કોરોના ના ફેલાય તે માટે અગમચેતી વાપરવામાં આવી છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકાર આજે મળનારી કોર કમિટીની બેઠકમાં મહત્વના નિર્ણયો લઈ શકે છે. અમદાવાદ સહીત રાજ્યભરમાં કોરોનાએ કેર વર્તાવ્યો છે ત્યારે સરકાર કોઈ કચાશ રાખવાના મૂડમાં નથી. અગાઉ આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર કોરોના સામેનો જંગ લડવા માટે સજ્જ છે અને આરોગ્ય સેવાઓ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવાઈ છે. અમદાવાદ સહીતના અન્ય મહાનગરોમાં પણ કોરોનાએ માથું ઊંચક્યું છે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

કોરોના સામે રાજ્ય સરકાર એક્શનમાં : 15 જાન્યુઆરી સુધી મુખ્યમંત્રીએ તમામ સરકારી કાર્યક્રમો રદ કર્યા