Gujarat

ગુજરાતના આ શહેરમાં કોરોનાનો ભરડો વધ્યો, સફાળા જાગેલા તંત્રએ જુઓ શું લીધા એક્શન

ગુજરાતના આ શહેરમાં કોરોનાનો ભરડો વધ્યો, સફાળા જાગેલા તંત્રએ જુઓ શું લીધા એક્શન

- વડોદરામાં કોરોનાના કેસોમાં સતત વધારો

- વધતા સંક્રમણને લઇને વડોદરા તંત્ર સજ્જ થઇ ગયું

- જિલ્લામાં વેન્ટિલેટર અને ઓક્સિજન બેડની સુવિધામાં વધારો

- ધન્વંતરી રથ, સમરસ હોસ્પિટલ સહિતની સુવિધા

 

વડોદરા,શનિવાર

   રાજ્યનું આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. વધતા કોરોના સંક્રમણ સામે બાથ ભીડવા રાજ્ય સરકારે તમામ મહાનગરો,જિલ્લા હોસ્પિટલનાં વહીવટી તંત્રને સાબદા કરી દીધા છે. અમદાવાદ બાદ હવે વડોદરાની હોસ્પીટલમાં પણ ત્રીજી લહેર સામે સજ્જતા કેળવાઈ છે. વડોદરામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે.કોરોનાના વધતા સંક્રમણને લઇને વડોદરા તંત્ર સજ્જ થઇ ગયું છે. જિલ્લામાં વેન્ટિલેટર અને ઓક્સિજન બેડની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. હાલ શહેરમાં 5420 અને જિલ્લામાં 5457 મળી કુલ 10 હજાર 877 બેડ ઉપલબ્ધ છે. અને શહેરમાં 34 અને જિલ્લામાં 16 ધન્વંતરી રથ દ્વારા દર્દીની સારવાર કરવામાં આવી રહી છે. તો જિલ્લામાં 9 PSA પ્લાન્ટ પણ કાર્યરત કરાયા છે.

   કોરોનાની સારવાર માટે શહેરમાં 119 અને જિલ્લામાં 58 હેલ્થ ફેસિલીટી ઉપલબ્ધ કરવામાં આવી છે. જ્યારે SSG હોસ્પિટલ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. MS યુનિવર્સિટી પોલિટેકનિક ગર્લ્સ હોસ્ટેલમાં 517 ઉપરાંત 147 વધારાના બેડ ધરાવતી સમરસ હોસ્પિટલ કાર્યરત કરી દેવામાં આવી છે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

ગુજરાતના આ શહેરમાં કોરોનાનો ભરડો વધ્યો, સફાળા જાગેલા તંત્રએ જુઓ શું લીધા એક્શન