Gujarat

ગુજરાત ભાજપમાં કોરોનાનો રાફડો ફાટયો, કુંવરજી બાવળિયા, ભરત બોઘરા સહિત 10થી વધુ નેતા સંક્રમિત

ગુજરાત ભાજપમાં કોરોનાનો રાફડો ફાટયો, કુંવરજી બાવળિયા, ભરત બોઘરા સહિત 10થી વધુ નેતા સંક્રમિત

- ગુજરાત સાથે ભાજપમાં પણ 'કોરોના'નો કકળાટ

- સ્થાનિક મેળાવડા મહાલેલા નેતાઓ સંક્રમિત

- તો યુપીમાં પ્રચાર કરી આવેલા નેતાઓ પણ પોઝીટીવ

 

રાજકોટ,મંગળવાર

  એક તરફ ઉત્તરપ્રદેશની ચૂંટણી છે તેમાં પ્રચારરત કેટલાક નેતાઓ કોરોના સંક્રમિત થયા છે. બીજી તરફ સુશાસન સપ્તાહમાં સરકારી અને સામાજિક કાર્યક્રમોમાં લગોલગ ઊભા રહીને પોતાના વિસ્તારમાં પોતાનું પ્રભુત્વ જમાવવાની કોશિશમાં ભીડ અને રેલીઓનો ભાગ બનેલા પણ કેટલાક ઝપટે ચડી જતા હોમ અઈસોલેટ થયા છે. રાજકોટ ભાજપમાં એટલા માટે ફફડાટ છે કે, નીતિન ભારદ્વાજ,ધનસુખ ભંડેરી, ભરત બોધરા, મનીષ ચાંગેલા ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રચાર પ્રવાસે ગયેલા હતા,ત્યાંથી પાછા ફરતા સંક્રમિત જાહેર થયા છે.

  અમદાવાદના સંત સંમેલનમાં ઉપસ્થિત ડો.ઋત્વિજ પટેલ સહીત કેટલાક સંક્રમિત થયા.તો સુરતમાં પણ ત્રણ થી પાંચ કોર્પોરેટર ઉપરાંત ધારાસભ્ય ઝંખના પટેલ પણ સંક્રમિત થયા છે. વધુમાં રૂપાણી સરકારમાં કેબીનેટ મંત્રી રહેલા કુંવરજી બાવળીયા પણ કોરોનાની ઝપટે ચઢ્યા છે. ત્રણ દિવસ પહેલા જ ગાંધીનગરમાં કોળી સમાજનાં આંતર કલહ મુદે આવેલા બાવળીયા હોમ આઈસોલેશનમાં ગયા છે.આ માહિતી તેમને ખુદ ટવિટ કરીને આપી છે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

 

ગુજરાત ભાજપમાં કોરોનાનો રાફડો ફાટયો, કુંવરજી બાવળિયા, ભરત બોઘરા સહિત 10થી વધુ નેતા સંક્રમિત