National

ગોવાની તમામ 40 બેઠકો પર 10 ફેબ્રુઆરીએ થશે વોટિંગ, 10 માર્ચે આવશે પરિણામ

ગોવાની તમામ 40 બેઠકો પર 10 ફેબ્રુઆરીએ થશે વોટિંગ, 10 માર્ચે આવશે પરિણામ

- ગોવામાં AAP અને ટીએમસી અજમાવી રહ્યા છે કિસ્મત

- કોંગ્રેસને ટીએમસીએ આપી છે ગઠબંધનની ઓફર

 

નવી દિલ્હી, શનિવાર

   ગોવામાં 14 ફેબ્રુઆરીએ વોટિંગ થશે. ચૂંટણીનું નોટિફિકેશન તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યું છે. ચૂંટણી માટે 21 જાન્યુઆરીએ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. 28 જાન્યુઆરી સુધીમાં નામાંકન ભરી શકાશે. 29 જાન્યુઆરીએ નામાંકન પત્રોની ચકાસણી થશે. 31 જાન્યુઆરી સુધી નામ પાછું ખેંચી શકાશે. 10 માર્ચે ચૂંટણી પરિણામ આવશે.

   વોટરોને નિયમોની ચબરખી પહેલીવાર આપવામાં આવશે. વોટિંગમાં એક કલાકનો વધારો કરાયો છે. ચૂંટણીમાં ધાંધલી રોકવા સુવિધા એપ બનાવવામાં આવ્યું છે. તેનો ઉપયોગ રાજકીય પક્ષો કરી શકશે. ઉમેદવારો એપ દ્વારા ઓનલાઈન આવેદન પણ કરી શકશે.

   કોરોનાના નિયમોના પાલન સાથે ચૂંટણી કરાવાશે. 80થી વધુ વયના મતદાતાઓને પોસ્ટલ બેલેટની સુવિધા અપાશે. દરેક બૂથ પર માસ્ક અને સેનિટાઈઝરની વ્યવસ્થા હશે. દરેક બૂથ પર 1250 વોટરો વોટિંગ કરી શકશે. મહિલાઓ માટે ખાસ બૂથ બનાવાશે. નિષ્પક્ષ ચૂંટણી માટે ગેરકાયદેસર નાણાં, દારૂ અને ડ્રગ્સ પર નજર રાખવામાં આવશે. આના સંદર્ભે તમામ એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે.

   ચૂંટણીકર્મીઓ ડબલ વેક્સિનેટેડ હશે અને તેમને બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવશે. તમામ ચૂંટણી કર્મચારીઓ ફ્રન્ટલાઈન વર્કર હશે. કોરોનાની મહામારીમાંથી નીકળવા માટે વિશ્વાસ જરૂરી છે. 15 જાન્યુઆરી સુધી પદયાત્રા, રોડ શો, જનસભા, બાઈક-સાઈકલ રેલી પર રોક લગાવવામાં આવી છે. ડિજિટલ અને વર્ચુઅલ રીતે ચૂંટણી પ્રચાર કરવાની વાત કહેવામાં આવી છે. રાત્રે આઠ વાગ્યાથી સવારે આઠ વાગ્યા સુધી કોઈપણ પ્રકારની પબ્લિક મીટિંગ નહીં થાય. જીત બાદ ઉજવણીની પણ મંજૂરી નહીં હોય. ડોર ટૂ ડોર પ્રચાર માટે મહત્તમ પાંચ લોકોને મંજૂરી હશે. 15 જાન્યુઆરી બાદ કોરોનાની સ્થિતિની સમીક્ષા થશે.

   40 બેઠકોવાળી ગોવા વિધાનસભાનો કાર્યકાળ 15 માર્ચે પૂર્ણ થાય છે. 2017માં થયેલી ચૂંટણી કોંગ્રેસ 15 બેઠકો સાથે સૌથી મોટો પક્ષ બની હોવા છતાં સરકાર બનાવી શકી નહીં. ભાજપ 13 બેઠકો જીત્યું હતું અને તે એમજીપી અને જીએફપી તથા બે અપક્ષ ધારાસભ્યોના સહારે સરકાર બનાવવામાં સફળ રહ્યું હતું. મનોહર પર્રિકર ગોવાના મુખ્યમંત્રી બન્યા હતા. પરંતુ 17 માર્ચ, 2019ના રોજ પર્રિકરના નિધન બાદ ડૉ. પ્રમોદ સાવંત રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા.

   ગોવામાં કોંગ્રેસ અને ભાજપ સિવાય મમતા બેનર્જીની ટીએમસી અને આમ આદમી પાર્ટી પણ કિસ્મત અજમાવી રહ્યા છે. ટીએમસીએ કોંગ્રેસના કેટલાક મોટા નેતાઓને પાર્ટીમાં સામેલ કર્યા છે અને કોંગ્રેસને ગઠબંધનની ઓફર પણ આપી છે. માનવામાં આવે છે કે ગઠબંધન નહીં થવાની સ્થિતિમાં ટીએમસી કોંગ્રેસની સૌથી મોટી રુકાવટ બનશે. તો આમ આદમી પાર્ટી ગોવામાં કિંગમેકર બનવાની મનસા ધરાવે છે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

ગોવાની તમામ 40 બેઠકો પર 10 ફેબ્રુઆરીએ થશે વોટિંગ, 10 માર્ચે આવશે પરિણામ