International

ચીનના કિંઘાઈ પ્રાંતમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.9 દર્શાવી

ચીનના કિંઘાઈ પ્રાંતમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.9 દર્શાવી

- પ્રાંતના ઉત્તરપૂર્વમાં સ્થિત મેનુઆન કાઉન્ટીમાં રિક્ટર સ્કેલ પર 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

- ભૂકંપનું કેન્દ્ર 37.77 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 101.26 ડિગ્રી પૂર્વ રેખાંશ પર જોવા મળ્યું

 

 

ચીન, શનિવાર

  ચીનના કિંઘાઈ પ્રાંતમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. શનિવારે પ્રાંતના ઉત્તરપૂર્વમાં સ્થિત મેનુઆન કાઉન્ટીમાં રિક્ટર સ્કેલ પર 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ચીનના સ્થાનિક મીડિયાએ આ માહિતી આપી છે. ચીનની સ્થાનિક મીડિયા એજન્સીના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર 37.77 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 101.26 ડિગ્રી પૂર્વ રેખાંશ પર જોવા મળ્યું હતું. ભૂકંપ 10 કિલોમીટરની ઉંડાઈએ આવ્યો હતો.

  ચીનના આ પ્રાંતમાં રાતે 1.45 કલાકે ભૂકંપ આવ્યો હતો. પ્રાંતીય માહિતી કચેરીએ શનિવારે વહેલી સવારે આયોજિત એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. નોંધનીય છે કે લગભગ એક અઠવાડિયા પહેલા, ચીનના યુનાન પ્રાંતના નિંગલાંગ કાઉન્ટીમાં 5.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જે બાદ ઓછામાં ઓછા 22 લોકો ઘાયલ થયા હતા. રાજ્ય સમાચાર એજન્સીએ માહિતી આપી હતી કે, ભૂકંપ લગભગ 3:02 વાગ્યે આવ્યો હતો.

ઘરોની ટાઈલ્સ પડી
  યુનાનમાં ભૂકંપનું કેન્દ્ર લિજિયાંગ શહેરમાં નિંગલોંગ કાઉન્ટીથી 60 કિલોમીટર અને યોંગનિંગ શહેરથી ત્રણ કિલોમીટર દૂર છે. નિંગલાંગ પબ્લિસિટી ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે ગામના કેટલાય ઘરોમાંથી ટાઈલ્સ પડી ગઈ છે. સમાચાર અનુસાર અસરગ્રસ્ત વિસ્તારની વસ્તી 24,000 છે. ફાયર વિભાગે નિંગલાંગમાં એપી સેન્ટર વિસ્તારમાં આપત્તિની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ચાર વાહનો અને 15 લોકોને રવાના કર્યા હતા. આ સિવાય 60 સભ્યોની શોધ માટે બચાવ ટીમ પણ મોકલવામાં આવી હતી.

તાઈવાનમાં પણ ભૂકંપ આવ્યો હતો
  યુનાન પ્રાંતમાં આવેલા ભૂકંપના બે દિવસ બાદ 3જી તારીખે તાઈવાનના ઉત્તર ભાગમાં જોરદાર આંચકા અનુભવાયા હતા. સર્વે અનુસાર ભૂકંપની તીવ્રતા 6.2 હતી અને તેનું કેન્દ્ર દ્વીપના પૂર્વ કિનારે હુઆલિન શહેરની પૂર્વમાં સમુદ્ર સપાટીથી 28.7 કિલોમીટરની ઉંડાઈએ હતું. રાજધાની તાઈપેઈમાં ભૂકંપના આંચકાથી ઈમારતની દિવાલોમાં તિરાડ પડી ગઈ હતી. રિપોર્ટ અનુસાર આંચકો જોરદાર હોવા છતાં તેનાથી ઓછું નુકસાન થવાની ધારણા છે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

ચીનના કિંઘાઈ પ્રાંતમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.9 દર્શાવી