Sports

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ 11 જાન્યુઆરી 49 વર્ષના થઈ ગયા

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ 11 જાન્યુઆરી 49 વર્ષના થઈ ગયા

- શાનદાર બેટિંગના આધારે 'ધ વોલ' અને 'મિસ્ટર ટ્રસ્ટવર્ધી' તરીકે જાણીતો હતો

- દ્રવિડ ભાગ્યે જ મેદાન પર ગુસ્સે થતો જોવા મળ્યો

નવી દિલ્હી, મંગળવાર

  ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ આજે (11 જાન્યુઆરી) 49 વર્ષના થઈ ગયા છે. ભૂતપૂર્વ સુકાની દ્રવિડ તેની શાનદાર બેટિંગના આધારે 'ધ વોલ' અને 'મિસ્ટર ટ્રસ્ટવર્ધી' તરીકે જાણીતો હતો. દ્રવિડ ભાગ્યે જ મેદાન પર ગુસ્સે થતો જોવા મળ્યો હતો, પરંતુ એકવાર તે પ્રેસ કોન્ફરન્સમાં ભડકી ગયો હતો.રાહુલ દ્રવિડ અને અન્ય ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી બંનેએ 1996માં લોર્ડ્સમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.

  2004માં ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે હતી. આ દરમિયાન તે મેચ ફિક્સિંગના સવાલ પર ખૂબ ગુસ્સે થઈ ગયો હતો. ત્યારે દ્રવિડે કહ્યું હતું કે, 'કોઈ આ વ્યક્તિને (રિપોર્ટર) બહાર કાઢો. આ કચરો છે અને આવી વસ્તુઓ રમત માટે ખરાબ છે.1973માં ઈન્દોરમાં જન્મેલા દ્રવિડને ટીમની હાર બિલકુલ પસંદ નહોતી. 2006માં ઈંગ્લેન્ડ સામે મુંબઈ ટેસ્ટ હાર્યા બાદ દ્રવિડે ગુસ્સામાં ડ્રેસિંગ રૂમમાં ખુરશી ફેંકી દીધી હતી. વાસ્તવમાં આ જીત સાથે જ ઈંગ્લેન્ડની ટીમ ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી 1-1થી બરાબર કરવામાં સફળ રહી હતી. ગાંગુલીએ પ્રથમ ટેસ્ટ ઇનિંગ્સમાં સદી ફટકારી હતી, ત્યારે દ્રવિડ માત્ર પાંચ રનથી સદી ફટકારવામાંથી ચૂકી ગયો હતો. બંને ખેલાડીઓએ 1999ના વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે ટોન્ટન મેદાનમાં બીજી વિકેટ માટે 318 રનની ભાગીદારી કરી હતી. 2002માં, દ્રવિડે સળંગ ચાર ટેસ્ટ સદી ફટકારી હતી, જેમાં હેડિંગ્લીમાં કઠિન પરિસ્થિતિઓમાં 148નો સમાવેશ થાય છે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ 11 જાન્યુઆરી 49 વર્ષના થઈ ગયા