Gujarat

પીચર અભી બાકી હૈ મેરે દોસ્ત, વ્યાપમ_નહીં_મહા_વ્યાપક : યુવરાજસિંહના ટ્વીટથી મચ્યો ખળભળાટ

પીચર અભી બાકી હૈ મેરે દોસ્ત, વ્યાપમ_નહીં_મહા_વ્યાપક : યુવરાજસિંહના ટ્વીટથી મચ્યો ખળભળાટ

- 'પીચર અભી બાકી હૈ મેરે દોસ્ત...' : યુવરાજસિંહના ટ્વીટ બાદ ખળભળાટ

- યુવરાજ સિંહે કરેલા આ ટ્વીટથી ઊર્જા વિભાગ ભરતીમાં મોટો ઘટસ્ફોટ થશે તેવા એંધાણ

 

ગાંધીનગર,બુધવાર

  ઉર્જા વિભાગ ભરતીકાંડમાં આક્ષેપ મામલે એક બાદ એક આપ અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ મોટા ખુલાસા કરી રહ્યા છે ત્યારે આજે તેમણે ટ્વીટ કરી લખ્યું છે કે પીચર અભી બાકી હૈ મેરે દોસ્ત....... #વ્યાપમ_નહીં_મહા_વ્યાપક. આ જોતાં તો લાગી રહ્યું છે કે યુવરાજસિંહ કઈક મોટો ઘટસ્ફોટ કરવા જઈ રહ્યા છે. આવતીકાલે 11 વાગ્યે ઉર્જા વિભાગની ઓનલાઇન પરીક્ષામાં ગેરરીતિ કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધારોના નામ જાહેર કરશે તેવુ લાગી રહ્યું છે. હાલ તો યુવરાજસિંહના ખુલાસા સામે સૌની નજર ટકી છે.

  UGVCL, DGVCL કે PGVCLની પરીક્ષામાં પણ ટેકનોલોજીનો દુરઉપયોગ કરીને પરીક્ષાર્થીઓ સાથે મોટી રમત થઈ હોવાના આરોપ તથ્યો સાથે યુવરાજસિંહ લગાવી રહ્યા છે ત્યારે હવે આવતીકાલ એટલે ગુરુવારે યુવરાજસિંહ મોટો ખુલાસો કરશે તેવી માહિતી તેમણે ખુદ આપી છે. ઉર્જા વિભાગમાં ગેરરીતિ મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે કે પરીક્ષામાં ધ્રુવ પટેલ નામના ઉમેદવારે સમગ્ર ગોઠવણ કરી હતી. જેમાં રમેશ પટેલ નામના વ્યક્તિનો પણ તેને સાથ હતો. પ્રાંતિજ પરીક્ષા સેન્ટરમાં આ ગેરરીતિ થયાનો આરોપ છે.

  અરવલ્લી ઊર્જા વિભાગ ભરતી કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપાય તેવી શક્યતા છે. કારણ કે પુરાવાના અભાવે જાહેર કરાયેલ નામ સામે કોઈ કાર્યવાહી થઈ શકે તેમ નથી જેથી પોલીસને હજુ સુધી કોઇ મહત્વની કડી મળી નથી. આથી હવે ગહન તપાસ અર્થે કેસ CID ક્રાઇમને સોંપાશે તેવી વાત વહેતી થઈ છે. ગુજરાતમાં પ્રથમવાર આ રીતે પેપર ફૂટવાની ઘટના સામે આવી છે કોંભાડમાં પરિક્ષા લેનાર કંપનીના કંટ્રોલરૂમનો ઉપયોગ થયો જેમાં પરિક્ષાર્થી -કંપનીનો માણસ- સુપરવાઇઝર અને વચેટિયા ભાગીદાર હતા. પરિક્ષાર્થીનો જે કોમ્યુટર હતું ત્યાં TeamViewer જેવું સોફ્ટવેર હોવાની સંભાવના સેવાઇ રહી છે. અને પરિક્ષાર્થી જે સેન્ટરમા બેસતો ત્યાં સુપરવાઇઝર વચેટિયાનો માણસ હતો. સુપરવાઇઝર પરિક્ષાર્થીનો કોડ નંબર વચેટિયાને પહોંચાડતો હતો અને વચેટિયો આ કોડ નંબર કંપનીના સર્વર રુમમાં પહોંચાડતો હોવાની આશંકા છે. સર્વરરુમમાં TeamViewer જેવા સોફટવેરથી પરિક્ષાર્થીનું પેપર જોઇ શકાતું જેથી કન્ટ્રોલ રુમમાં બેઠોલો એક્સપર્ટ પરિક્ષાર્થીના જવાબ લખી નાખતો હતો અને પરિક્ષાર્થી માત્ર કોમ્યુટર સામે બેસીને સમય પસાર કરતો કારણ કે કંટ્રોલરૂમ માંથી પરિક્ષાર્થીનું પેપર સીધે સીધું ભરાતું હતું.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

 

પીચર અભી બાકી હૈ મેરે દોસ્ત, વ્યાપમ_નહીં_મહા_વ્યાપક : યુવરાજસિંહના ટ્વીટથી મચ્યો ખળભળાટ