Gujarat

તા. 10મી એ કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સ

- વિદેશના વિવિધ દેશો ઉપરાંત ગુજરાત સહિત સમગ્ર દેશના અંદાજે 150 જેટલા પતંગબાજો પતંગ મહોત્સવમાં ભાગ લેશે

જ્યોતિ  જગતાપ, રાજપીપલા, તા 5

   નર્મદા જિલ્લા વહિવટીતંત્ર અને ગુજરાત પ્રવાસન નિગમ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આગામી તા.10મી જાન્યુઆરી, 2022ને સોમવારના રોજ કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટીના એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૨ યોજાનાર છે, જેની પૂર્વ તૈયારીઓ અને તેના સુચારા આયોજન અંગે નર્મદા જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહના અધ્યક્ષપદે ગઇકાલે રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી બેઠકમાં શ્રી શાહે જુદા-જુદા વિભાગોને સોંપાયેલી જવાબદારીઓ અને ફરજો સંદર્ભે સૂક્ષ્માતિસૂક્ષ્મ બાબતોની પૂરતી કાળજી સાથે આ ઉજવણી સુપેરે પાર પાડીને સફળ બનાવવા અંગે ઉપયોગી માર્ગદર્શન સહિત જરૂરી સૂચનાઓ આપી હતી.

   જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, પ્રાંત અધિકારી કે.ડી.ભગત, નાયબ જિલ્લા પોલીસ અધિકક્ષક  વાણી દુધાત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી તેજસ ચૌધરી, ગુજરાત પ્રવાસન નિગમના પ્રોજેક્ટ મેનેજર અજીત જોષી ઉપરાંત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકમાં ચર્ચા દરમિયાન અપાયેલી જાણકારી મુજબ તા.10 મી જાન્યુઆરીએ કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારા આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિદેશના વિવિધ દેશો ઉપરાંત ગુજરાત સહિત સમગ્ર દેશભરના અંદાજે 150 જેટલા પતંગબાજો ભાગ લેશે. આ મહોત્સવથી દેશ-વિદેશના પતંગબાજોના અવનવા પતંગોના કરતબો માનવાના અદભૂત અવસરનો લાભ લેવાની સોનેરી તક મળી રહેશે.

   સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા ખાતે યોજાનારા આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પ્રસંગે ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યો તેમજ દેશ-વિદેશના પતંગબાજો ઉપરાંત ભારતમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી મહોત્સવમાં સહભાગી બનશે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

તા. 10મી એ કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સ