Gujarat

તારીખ તવારીખ : તા. 6 જાન્યુઆરીના દિવસનો મહિમા... શું-શું બન્યું હતું આજના દિવસે..?

તારીખ તવારીખ : તા. 6 જાન્યુઆરીના દિવસનો મહિમા... શું-શું બન્યું હતું આજના દિવસે..?
વિજય ઠક્કર (આણંદ)

- ભારતીય ક્રિકેટ ટીમનાં ભુતપૂર્વ ખેલાડી અને કેપ્ટન કપિલ દેવ રામલાલ નિખંજનો ચંડીગઢમાં જન્મ (1959). કપિલ દેવનાં સુકાનીપણા હેઠળ ભારત ઈ.સ.1983માં ઇંગ્લેન્ડમાં રમાયેલ વન ડે ક્રિકેટ સ્પર્ધાનો વર્લ્ડ કપ જીતી વિશ્વવિજેતા બનેલ ટેસ્ટ ક્રિકેટનાં સમગ્ર ઇતિહાસમાં 131 મેચમાં 5248 રન અને 434 વિકેટ લેનાર તેઓ એકમાત્ર ખેલાડી છે. વન ડેમાં 253 વિકેટ સાથે તેઓ એ સમયનાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યાં હતાં તેમનું ‘અર્જુન એવૉર્ડ’, ‘પદ્મ શ્રી’, ‘વિઝડન ક્રિકેટર ઑફ ધ યર’, ‘પદ્મ ભૂષણ’ તથા આઈસીસી ક્રિકેટ હોલ ઑફ ફેમમાં સામેલ કરવામાં આવ્યાં છે અને વિઝડન દ્વારા ‘ક્રિકેટર ઑફ ધ સેન્ચુરી’થી સન્માનિત કરાયુ છે ફાસ્ટ બોલર કપિલ પોતાની ટેસ્ટ કેરિયરની 184 ઈનિંગમાં કદી રન આઉટ થયા નથી 

- ઑસ્કર વિજેતા સંગીતકાર અને ભારતીય સંગીતને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવનાર, ‘પદ્મશ્રી’ અને ‘પદ્મ ભૂષણ’થી સન્માનિત એ.આર. રહેમાન (જન્મનું નામ એ. એસ. દિલીપ કુમાર)નો ચેન્નઈમાં જન્મ (1966)  ‘સ્લમડોગ મિલિયોનર’ માટે ઑસ્કર એવૉર્ડ જીતનારા રહેમાન બે ગ્રેમી એવૉર્ડ, બાફ્ટા એવૉર્ડ, ગોલ્ડન ગ્લોબ એવૉર્ડ, ચારવાર નેશનલ ફિલ્મ એવૉર્ડ્સ, સત્તર ફિલ્મફેર એવોર્ડ્સ સાઉથ અને પંદર હિન્દી ફિલ્મ એવૉર્ડ જીતવામાં સફળ રહ્યાં છે.  ‘ટાઈમ’ મેગેઝિન દ્વારા તેમને વિશ્વનાં સર્વશ્રેષ્ઠ કમ્પોઝરનાં સન્માનથી નવાજવામાં આવ્યાં હતાં

-  'મિ. બીન' અને  ‘સિટકોમ્સ બ્લેકડેડર’ તરીકે વિખ્યાત અંગ્રેજી અભિનેતા, હાસ્ય કલાકાર, અને લેખક રોવાન સેબેસ્ટિયન એટકિન્સનનો ઈંગ્લેન્ડમાં જન્મ (1955)

- અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ (1901-09) થિયોડર રુઝવેલ્ટનું અવસાન (1919) રુઝવેલ્ટને રૂસો-જાપાનીઝ વૉરમાં મધ્યસ્થી બનીને શાંતિપ્રક્રિયાને વેગ આપવા માટે નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં

- બોલીવુડથી લઇને હોલીવુડ સુધી પોતાની ઓળખ બનાવનાર અને ‘પદ્મ શ્રી’થી સન્માનિત દિગ્ગજ અભિનેતા ઓમ પુરીનું મુંબઈ ખાતે અવસાન (2017) 300થી વધુ ફિલ્મોમાં કામ કરનારા આ અભિનેતાને ‘અર્ધ સત્ય’ ફિલ્મમાં પોલીસ ઈન્સ્પેક્ટરનાં રોલ માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો

- ભારતની એ ટીમના કપ્તાન રહેલા ક્રિકેટર અભિનવ મુકુંદનો ચેનૈઈ ખાતે જન્મ (1990)

- ભારતની ટીમના ક્રિકેટર (2 ટેસ્ટ અને 8 વન ડે) સાંઈરાજ બહુતુલે નો જન્મ (1973)

- સચિન તેંડુલકર અને વકાર યુનુસ સાથે ટેસ્ટ પ્રવેશ કરનાર ચાર ખેલાડીઓ પૈકી એક પાકિસ્તાનના ક્રિકેટ ખેલાડી શાહીદ સઈદ કે જે  આ એક માત્ર ટેસ્ટ (અને 10 વન ડે) રમનાર શાહીદ સઈદનો જન્મ (1966) 

- ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર સ્ટીવ વૉઘ એ પોતાની કારકિર્દીની અંતિમ (168મી) ટેસ્ટ ભારત સામે રમી નિવૃત લીધી (2004)

- નાટ્યકાર, નિબંધકાર, રાજકીય પત્રકાર અને પટકથા લેખક વિજય તેંડુલકરનો મહારાષ્ટ્રનાં કોલ્હાપુરમાં જન્મ (1928) ‘પદ્મ ભૂષણ’, મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર, સંગીત નાટક અકાદમી પુરસ્કાર, કાલિદાસ સન્માન વગેરેથી તેઓ સન્માનિત થયાં હતાં

- ફ્રાન્સનાં શિક્ષણશાસ્ત્રી અને અંધ હોવા છતાંય બ્રેઈલ લિપિનાં શોધક લૂઈ બ્રેઈલનું પૅરિસમાં અવસાન (1852)

- લેબનીઝ-અમેરિકન લેખક, ક્રાંતિદર્શી કવિ અને જીવનનાં મર્મી ખલિલ જિબ્રાનનો લેબનોનમાં જન્મ (1883) હિન્દી અને પંજાબી ફિલ્મોના ગાયક, અભિનેતા, નિર્માતા દલજીત દોસાંજ નો જન્મ (1984) બોલીવુડના અભિનેત્રી બિન્દિયા ગોસ્વામી (મુળનામ વનિતા બહેલ)નો રાજસ્થાનમાં જન્મ (1957)

- પદ્મશ્રી થી સન્માનિત હિન્દી સાહિત્યકારનરેન્દ્ર કોહલીનો જન્મ (1940)

- અમેરિકાની યુનિવર્સિટીમાં ઈકોનોમિકસના પ્રોફેસર અને ફિલ્મ દિગ્દર્શક સુમન ઘોષનો જન્મ (1972)

- બોલિવુડના નિર્માતા, દિગ્દર્શક બી કે આદર્શ નો જોધપુર ખાતે જન્મ (1925)

- ડોન બ્રેડમેન એ સિડની ખાતે (નોટ આઉટ રહી 415 બોલમાં અને 465 મિનિટમાં) 452 રન નોંધાવ્યા અને એ રેકોર્ડ 29 વર્ષ સુધી કોઈ તોડી શક્યુ ન હતો (1930)

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

તારીખ તવારીખ : તા. 6 જાન્યુઆરીના દિવસનો મહિમા... શું-શું બન્યું હતું આજના દિવસે..?