
- દેશમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો
- રોજના એક લાખ કરતાં વધારે કેસ
- દિલ્હીમાં 300 થી વધારે પોલીસ કર્મીઓ કોરોનાંની ઝપેટમાં
નવી દિલ્હી, સોમવાર
દેશમાં કોરોના સંક્રમણ દિવસે દિવસે ભયાનક રીતે વધી રહ્યું છે. પ્રતિદિન એક લાખ કરતાં વધારે નવા કોરોના કેસ નોંધાઈ રહ્યા છે જે ચિંતાનો વિષય છે. એવામાં વધુ એક આંકડો સામે આવ્યો છે જેણે સરકારી અધિકારીઓ સહિત તમામને ચિંતામાં મૂકી દીધા છે.

દિલ્હીમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ સંક્રમિત થયા છે. દિલ્હીમાં 300 થી વધારે પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત થયા છે જેમાંથી ઘણા તો મોટા ઓફિસર્સ પણ સામેલ છે. મુંબઈમાં પણ ઘણા IPS ઑફિસર્સ કોરોના સંક્રમિત થયા હતા. અહીં છેલ્લા 48 ક્લાકમાં 114 પોલીસકર્મીઓ કોરોના સંક્રમણનો શિકાર બન્યા હતા. બે અધિકારીઓએ તો પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો. દિલ્હી પોલીસના પબ્લિક રિલેશન ઓફિસર, એડિશનલ કમિશ્નર ચિન્મય બિસ્વાલ અને બીજા ઘણા મોટા અધિકારીઓ સામેલ છે.

અગાઉ મુંબઈમાં પણ 523 પોલીસકર્મીઓ કોરોના સંક્રમણનો શિકાર બન્યા હતા. મુંબઈમાં કોરોના સંક્રમણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મુંબઈમાં રોજ 40 હજાર જેટલા કેસો સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કુલ થયેલા સંક્રમિતોમાંથી અડધો અડધ કેસો મુંબઈમાંથી જ સામે આવ્યા છે. તેનું એક આશ્ચર્યજનક કારણ બહાર આવ્યું છે. મુંબઈમાં લોકો સેલ્ફ કોવિડ ટેસ્ટ કિટનો ઉપયોગ કરી રહ્યા છે. લોકો કોરોના ટેસ્ટ પોતાના ઘરમાં જ કરી રહ્યા હોવાથી BMC ને કોરોના કેસોના સાચા આંકડા મળી નથી રહ્યા. સેલ્ફ ટેસ્ટની કિટથી પરિણામ સાચુ જ મળશે તેની કોઈ ગેરન્ટી ન હોવાથી BMC જલ્દીથી કોવિડ સેલ્ફ ટેસ્ટ કિટ પર પ્રતિબંધ લગાવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu


