Gujarat

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર : પ્રજા આકરા નિયંત્રણો માટે તૈયાર રહે, આજે સરકાર નવી ગાઈડલાઈન જાહેર કરશે 

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર : પ્રજા આકરા નિયંત્રણો માટે તૈયાર રહે, આજે સરકાર નવી ગાઈડલાઈન જાહેર કરશે 

- જીમ, સ્પા, બ્યુટી પાર્લર બંધ થઈ શકે, સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ બંધ થઈ શકે, માસ્ક ફરજિયાત કરાશે 
- હોટેલ-રેસ્ટોરન્ટોમાં 50 ટકા કેપેસિટી નક્કી કરાશે, જાહેર સમારંભો, મેળાવડા ઉપર પ્રતિબંધ આવી જશે
- રાત્રિ કરફ્યુનો સમય બદલાઈ જશે, શનિ અને રવિવારે મહાનગરોમાં કરફ્યુ લાદવામાં આવી શકે 
- ટ્યુશન ક્લાસિસ બંધ થઈ જશે, પાર્ક-ગાર્ડન પણ બંધ કરી દેવાશે, લગ્ન-મરણ પ્રસંગમાં ગણતરીના લોકો આવી શક્શે 
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે તે જિલ્લાના પ્રભારી મંત્રીઓને પોતાના જિલ્લામાં દોડાવ્યા, તાબડતોડ મીટિંગો ગોઠવાઈ

ગાંધીનગર, શુક્રવાર

   રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ચૂકી છે અને જેના કારણે રાજ્ય સરકાર પણ ચિંતિત બની છે. વાઈબ્રન્ટ સમિટથી લઈ અનેક કાર્યક્રમો રદ કરાયા બાદ હવે આજે એટલે કે શુક્રવારે સાંજ સુધીમાં સરકાર નવી ગાઈડલાઈન જાહેર કરશે અને તેમાં આકરા નિર્ણયો લેવાઈ શકે છે. જે રીતે છેલ્લા સપ્તાહથી રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે તેના કારણે હવે સરકાર કડક નિયંત્રણો લાદવા જઈ રહી છે. હજુ પણ લોકો બેદરકારી દાખવી રહ્યા છે અને ભીડ જાેવા મળી રહી છે અને તેના કારણે કોરોનાનું સંક્રમણ વધી ચૂક્યું છે. આવતીકાલ એટલે કે શનિવારથી કોરોનાની નવી ગાઈડલાઈનનો ચૂસ્તપણે પાલન કરવાના આદેશ થઈ શકે છે અને તે માટે રાજ્ય સરકાર આજે વિધિવત જાહેરાત કરી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે તે જિલ્લાના પ્રભારી મંત્રીઓને પોતાના જિલ્લામાં દોડાવ્યા છે અને પરિસ્થિતિનો ક્યાશ કાઢી રહ્યા છે. કોરોનાનું સંક્રમણ વધતાં લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે અને આ સંક્રમણ હજુ વધી શકે છે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે આવતીકાલ એટલે કે શનિવારથી નવી ગાઈડલાઈનનો ચૂસ્તપણે પાલન કરવાના આદેશ થઈ શકે છે. 

   જેમાં જીમ, સ્પા અને બ્યૂટીપાર્લર બંધ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત અત્યારે રાજ્યમા ઓનલાઈન શિક્ષણ ચાલુ છે અને તે બંધ કરવા માટે માગણીઓ કરવામાં આવી રહી છે તે જાેતાં ઓફલાઈન શિક્ષણ પણ બંધ કરવામાં આવી શકે છે. હોટેલ રેસ્ટોરન્ટોમાં પણ 50 ટકાની કેપેસિટી નક્કી કરવામાં આવી શકે છે. હોટેલ અને રેસ્ટોરન્ટો રાત્રે 10 વાગ્યા પછી બંધ કરવામા આદેશ થઈ શકે છે. જાહેર સમારંભો, મેળાવડા ઉપર સદંતર પ્રતિબંધ આવી શકે છે. રાત્રિ કરફ્યુના સમયમાં ચોક્કસ ફેરફાર થઈ શકે છે તો વીક એન્ડ એટલે કે શનિવાર અને રવિવારે રાજ્યના મહાનગરોમાં કરફ્યુ આવી શકે છે. ટ્યુશન ક્લાસિસ અને કોચિંગ ક્લાસિસ પણ બંધ કરવામાં આવી શકે છે. પાર્ક-ગાર્ડન બંધ થઈ શકે છે અને લગ્ન મરણ પ્રસંગોમાં ગણતરીના લોકો જઈ શક્શે. કોરોનાનું સંક્રમણ રોકવા માટે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ચૂકી છે અને આજે સાંજ સુધીમાં આકરા નિયંત્રણોની જાહેરાત કરવામાં આવી શકે છે. મોલમાં પણ 50 ટકા લોકોને પ્રવેશ આપવામાં આવી શકે છે. આ ઉપરાંત માસ્કનો નિયમ ફરજિયાત કરવામાં આવી શકે છે, અગાઉ માસ્કને લઈ સરકારને કૂણું વલણ દાખવ્યું હતું પણ હવે માસ્ક મામલે સરકાર કડક થઈ શકે છે અને પોલીસને પણ તે માટે આદેશ કરવામાં આવી શકે છે. રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરને લઈ હવે રાજ્ય સરકાર કોઈ જાેખમ લેવાના મૂડમાં નથી અને સંક્રમણ વધતું અટકાવવા માટે નવા નિયંત્રણો લાવી શકે છે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર : પ્રજા આકરા નિયંત્રણો માટે તૈયાર રહે, આજે સરકાર નવી ગાઈડલાઈન જાહેર કરશે