International

બાંગ્લાદેશના રોહિંગ્યા વસાહતમાં ભીષણ આગ, 1200 ઘર બળીને ખાખ

બાંગ્લાદેશના રોહિંગ્યા વસાહતમાં ભીષણ આગ, 1200 ઘર બળીને ખાખ

- 16 રેફ્યુજી કેમ્પના કાટા વિસ્તારમાં અચાનક આગ ફાટી નીકળી હતી

- આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી

- હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી

 

બાંગ્લાદેશ,સોમવાર

   બાંગ્લાદેશના કોક્સબજારમાં રોહિંગ્યા શરણાર્થી કેમ્પમાં ભીષણ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. અહેવાલો અનુસાર આગમાં લગભગ 1200 રોહિંગ્યા શરણાર્થીઓના ઘર બળીને ખાખ થઈ ગયા છે. આ બધું ત્યારે થયું જ્યારે રવિવારે અહીંના કેમ્પ 16 રેફ્યુજી કેમ્પના કાટા વિસ્તારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

   પોલીસ બટાલિયનના અધિક પોલીસ અધિક્ષક કામરાન હુસૈને જણાવ્યું હતું કે આગ રવિવારે સાંજે 5 વાગ્યે શરૂ થઈ હતી. તેમણે કહ્યું કે આગ ઝડપથી ફેલાઈ અને લગભગ 1200 રોહિંગ્યા શરણાર્થીઓના ઘરો નષ્ટ થઈ ગયા. કોક્સ બજારના ઉખિયા ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસરે જણાવ્યું હતું કે આગ રાત સુધીમાં કાબુમાં આવી હતી.

   મળતી માહિતી મુજબ, કોક્સબજારમાં લગભગ 4.50 કલાકે આગ લાગવાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ચાર ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિકોએ જણાવ્યું કે સાંજે 5 વાગ્યાની આસપાસ તેઓએ છાવણી ઉપર ગાઢ ધુમાડો નીકળતો જોયો. સ્થાનિક રહેવાસી સદ્દામ હુસૈને જણાવ્યું કે તેણે અચાનક સેંકડો ઘરોને આગમાં સળગતા જોયા. ફાયર સર્વિસ અને અન્ય સરકારી એજન્સીઓએ તેને કાબૂમાં લેવા ભારે જહેમત ઉઠાવી હતી.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

બાંગ્લાદેશના રોહિંગ્યા વસાહતમાં ભીષણ આગ, 1200 ઘર બળીને ખાખ