Entertainment

બોલિવૂડ નો બગીચો : સાઉથની ફિલ્મો અને હોલિવૂડના હિન્દી વર્ઝન સામે... બોલિવુડની હાલત આવી કંગાળ કેમ થઈ ગઈ છે ?

બોલિવૂડ નો બગીચો : સાઉથની ફિલ્મો અને હોલિવૂડના હિન્દી વર્ઝન સામે... બોલિવુડની હાલત આવી કંગાળ કેમ થઈ ગઈ છે ?

- સૈફ અલી ખાન અને સલમાન ખાનની ફિલ્મ પણ હવે 100 કરોડ લાવતી નથી
- 'સ્પાઈડરમેન' ફિલ્મ એ આવકની બેવડી સદી ફટકારી દીધી છે એ સમયમાં સાઉથની 'પુષ્પા' ફિલ્મના થિયેટરની સંખ્યા દર સપ્તાહે વધારવી પડી છે

વિજય ઠક્કર, આણંદ

        બોલિવૂડની હાલત એ હદે કંગાળ થઈ છે કે એક તરફ 'સ્પાઈડરમેન' ફિલ્મ એ આવકની બેવડી સદી ફટકારી દીધી છે એ સમયમાં સાઉથની 'પુષ્પા' ફિલ્મના થિયેટરની સંખ્યા દર સપ્તાહે વધારવી પડી છે. છતાં મુંબઈના કોઈ નિર્માતા પોતાની નવી ફિલ્મની થિયેટર રજૂઆત માટે તૈયાર નથી ! સંજય લીલા ભણસાલી તો 'ગંગુબાઈ કાઠિયાવાડી' ફિલ્મ ગત વર્ષે રજૂ કરવાના હતા તે હજી બહાર આવતી નથી અને તેમની જેમ અનેક બેનર હજી મોં સંતાડી રહ્યા છે ! અજય - અક્ષય તથા સલમાન - આમિર જેવા બની બેઠેલા નિર્માતા પણ પોતાની કોઈ નવી ફિલ્મ રજૂ કરવાની જાહેરાત કરવાની હિંમત બતાવતા નથી, આ તમામની એક - એક ફિલ્મ તૈયાર છે ! નવા ડર સાથે આજે ચાલતા વિષય સાથે ફિલ્મ તૈયાર હોવા છતાં દરેક વખતે રજૂઆતની સંભવિત તારીખ પણ છ મહિના દૂર નાંખી દે છે. ગત વર્ષે રજૂ થનાર રણબીર કપૂર અને આલિયા ભટ્ટની 'ભ્રમાસ્ત્ર' ફિલ્મ હજી શરૂ કર્યાની વાત ચલાવે છે! એ પણ એક સત્ય છે કે, ઓડિયન્સ કેટલા લાંબા સમય માટે તેમને હિરો તરીકે આવકાર આપી સફળ બનાવતા રહેશે?! આ હિરો સાથે એકદમ શરૂઆતમાં કામ કરનાર અભિનેત્રીઓની દિકરી હિરોઇન બની ગઈ છે અને હજી આ તમામ 55+ને હિરોગીરી છૂટતી નથી.

         શાહીદ કપૂરની યશરાજ બેનરની 'જરસી' ફિલ્મ 31 ડિસેમ્બરે આવવાની વાતમાં બ્રેક લાગી અને સૌને લાગતું હતું કે કદાચ અલ્લૂ અર્જુનની 'પુષ્પા' ફિલ્મને ટેકો આપવા માટે આવો નિર્ણય લીધો હશે, પણ તે ફિલ્મની રજૂઆત માટે કોઈ નવી તારીખ હજી આપવામાં આવી નથી. ખરેખર તો શાહીદ કપૂરની છેલ્લે આવેલ 'કબીર સિંઘ' ફિલ્મની સફળતા વટાવાનો આ અવસર હતો પણ આજે બોલિવૂડ પોતાના હિન્દી હિરો ઉપર આંધળો દાવ રમી શકે તેમ નથી! કેમ કે પ્રેક્ષકોની પહેલી પસંદ તો હવે તામિલ ફિલ્મો અને તે પછી હોલિવૂડની ફિલ્મો માટે આકર્ષણ ખૂબ વધ્યું છે! અને એનો સૌથી નજીકનો પુરાવો એ છે કે 'સ્પાઈડરમેન' ફિલ્મને 200 કરોડની કડક આવક થઇ છે. તેને સમાંતર 'સૂર્યવંશી' ફિલ્મની આવકનો આંકડો બસો કરોડને પાર કરી શક્યો નથી. તેની પાછળ આવેલ '83' ફિલ્મ તો 100 કરોડ માટે પણ હવાતિયા મારતી થઈ ગઈ છે. પણ ખરેખર વિચારવા જેવી વાત એ છે કે બોલિવુડની આવી કંગાળ હાલત કેમ થઈ?

        આજના હિરો અને નિર્માતા તરફથી ડબલ રોલની ફિલ્મ બનાવવાની તો હિંમત જ નથી, અમિતાભ બચ્ચનને પિતા - પુત્રનો ડબલ રોલ 'અદાલત' બાદ પાંચ વખત કર્યો તો પણ તેને વૃધ્ધ કહીને કોઈએ કામ આપ્યુ ન હોય તેમ બન્યું નથી! રેખા સાથે સંબંધ ગમે તેટલો વિવાદમાં રહ્યો હોય તો પણ જયા અને રેખા સાથે 'સિલસિલા' ફિલ્મ અમિતાભ પુરી કરી શક્યા એવું સાહસ આજે કોઈનામાં દેખાતું નથી! અનિલ કપૂરની સૌથી મોટી ફિલ્મ 'મિ. ઈન્ડિયા' હોવા છતાં તેની સિક્વલ હજી પણ આવી નથી! અને આજનો વરુણ ધવન અને ટાઈટર શ્રોફ એક વખત વપરાઈ ગયેલ વિષય અને નામ વારંવાર વાપર્યા જ કરે છે! જેકલિન અને કેટરીના કૈફ વિદેશથી આવીને બોલિવૂડમાં ટોપ ઉપર પહોંચી ગઈ અને આપણા વારસદારો નેપોટીઝમની સામાન્ય ચર્ચાથી ગભરાઈ નવી ફિલ્મ માટે પ્રયાસ કરતા હોય તેમ દેખાતું જ નથી! આજે પણ અલ્લૂ અર્જુનની 'પુષ્પા' ફિલ્મ માટે અનેક નેગેટિવ પોઈન્ટ છે પણ પ્રેક્ષકો તમારુ કમિટમેન્ટ અને કન્ટેન્ટ પહેલું જુએ છે. સૈફ અલી ખાનએ પોતાની દિકરી સારા અલી ખાન સાથે એક મોટા બજેટની ફિલ્મ બનાવવી જોઈએ કે જેમાં અમૃતા સિંહ અને કરિના કપૂર પણ સાથે હોય! રણબીર કપૂરે વધુમાં વધુ કપૂર કલાકાર સાથે કામ કરી એક ભવ્ય ફિલ્મ જાહેર કરવી જોઈએ તો ઓડિયન્સ બોલિવૂડને ફરીથી પહેલા ક્રમે લઇ આવશે! 

           સૈફ અલી ખાન અને સલમાન ખાનની ફિલ્મ પણ હવે 100 કરોડ લાવતી નથી, તેનું એક જ મોટું કારણ, એ છે કે આ તમામ હિરો હવે ફિલ્મ નિર્માણ ઉપરાંત નિર્દેશન અને વાર્તા વિષયની પસંદગી સાથે ડાન્સના સ્ટેપ અને કપડાંની પસંદગી સુધીના તમામ નિર્ણય પોતે જ લેવાનું એકતરફી ડાહપણ કરે ત્યારે અક્ષય કુમારને પણ પોતાની નવી ફિલ્મ 'અતરંગી રે' ઓટીટી પ્લેટફોર્મ ઉપર આપી દેવી પડે છે! દિપીકા પાદુકોણ પોતાને નં. વન જાહેર કરે તો છે પણ તેની 'ગહરાઈયા' ફિલ્મ પણ થિયેટરને બદલે ઓટીટી પ્લેટફોર્મ પર સોંપી દેવા માટે લાચાર બની છે! ઈન્ડિયા હજી ડેવલપમેન્ટ ફેસમાં હોય ત્યારે બોલિવૂડ અમેરિકાના વિદેશના ઓડિયન્સને પસંદ પડે તેવા ખેલ કરી રહ્યું છે! દિલીપ કુમાર, રાજેશ ખન્ના, અમિતાભ અને છેલ્લે શાહરૂખ ખાન સુધીના તમામ હિરો સુપરસ્ટાર બન્યા હોય તો તે વાતમાં તેઓ એક્ટિંગ સિવાય બીજા વિષય માટે ખાસ રસ લેતા ન હતા! નિર્માતા નવો હોય તો પણ ઓફર તો સાંભળી જ લેતા, નાનો પત્રકાર હોય તો પણ માન આપતા, કોઈ પ્રેક્ષકનો પત્ર આવે તો તેને સમય કાઢીને જવાબ આપતા, પોતાના ડુપ્લીકેટથી લઇને વાળંદ સુધીના દરેકનું વ્યક્તિગત ધ્યાન રાખીને તેમના પરિવારની માહિતી મેળવી ઉચ્ચ અભ્યાસ માટે મદદ કરતા હોય છે! આજે જે રકમ માત્ર કપિલ શર્માને આપવામાં આવે છે એ બજેટમાં તો આખી ફિલ્મ તૈયાર થઈ જાય અને નવી ફિલ્મ માટે ઓફર પણ મળી જાય !

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

બોલિવૂડ નો બગીચો : સાઉથની ફિલ્મો અને હોલિવૂડના હિન્દી વર્ઝન સામે... બોલિવુડની હાલત આવી કંગાળ કેમ થઈ ગઈ છે ?