National

ભાજપના સાંસદે માગણીઓ માનીને ખેડૂતોને તાળીઓ વગાડી બિરદાવવા કહ્યુ, ખેડૂતોએ કર્યો ઈન્કાર

ભાજપના સાંસદે માગણીઓ માનીને ખેડૂતોને તાળીઓ વગાડી બિરદાવવા કહ્યુ, ખેડૂતોએ કર્યો ઈન્કાર

- મધ્યપ્રદેશના બૈતૂલનો વીડિયો વાયરલ

- ખેડૂતોએ માગણી માનવા છતાં તાળીઓ વગાડી નહીં

 

બૈતુલ, રવિવાર

  જનતાને સંબોધિત કર્યા બાદ નેતાઓની ઈચ્છા તાળીઓનો ગડગડાટ સાંભળવાની હોય છે. પરંતુ જો સામે રહેલી જનતા તાળી વગાડવાનો ઈન્કાર કરી દે છે તો શું થાય? નેતાજીને શરમજનક સ્થિતિમાં જ મુકાવું પડે છે. કંઈક આવું થયું મધ્યપ્રદેશના બૈતુલમાં. અહીં પોતાની માગણીઓને લઈને ધરણાં પર બેઠેલા ખેડૂતોને સમજાવવા માટે પહોંચેલા ભાજપના સાંસદ ડી. ડી. ઉઈકેના કહેવા છતાં ખેડૂતોએ તાળી વગાડવાનો ધરાર ઈન્કાર કર્યો હતો.

  બૈતુલના દામજીપુરમાં ખેડૂતો વીજ સમસ્યાથી ઘણાં પરેશાન છે. તેને લઈને તેમણે બજાર બંધ કર્યા અને આંદોલન કરવા લાગ્યા. જ્યારે ભાજપના સાંસદ ડી. ડી.ઉઈકેને આના સંદર્ભે જાણકારી મળી, તો તે લોકોને સમજાવવા માટે ત્યાં પહોંચ્યા. પરંતુ ત્યાં રહેલા ખેડૂતોએ તેમની વાત માની નહીં. માત્ર એટલું જ નહીં ખેડૂતોએ તાત્કાલિક સમસ્યાને ઉકેલવા માટેની માગણી કરી હતી.

  આખરે ભાજપના સાંસદે અધિકારીઓને બોલાવ્યા અને આઠા દિવસમાં 12 કલાક વીજળી મળવાની વાત કહી. તેના પછી તેમણે ત્યાં રહેલા ખેડૂતોને સંબોધિત કરતા કહ્યુ કે હવે તમારી સમસ્યાનું સમાધાન થઈ ગયું છે. હવે જોરદાર તાળીઓ વગાડો. હજી તો ભાજપના સાંસદ પોતાની વાત પુરી કરી શકે, તે પહેલા જ ત્યાં બેઠેલા ખેડૂતોએ એકસૂરમાં કહેવાનું શરૂ કર્યું કે નહીં-નહીં તાળીઓ નહીં વગાડીએ.

  ખેડૂતોનો આ મૂડ જોયા પછી તો ભાજપના સાંસદ હક્કા-બક્કા રહી ગયા. તાળી વગાડવાનો ઈન્કાર કરનારા ખેડૂતોએ ધરણાં સ્થાનેથી પણ હટવાનો ઈન્કાર કર્યો હતો. ત્યાં રહેલા અધિકારીઓએ પણ ખેડૂતોને સમજાવવાની કોશિશ કરી હતી. પરંતુ તેમ છતાં પણ ખેડૂતો માન્યા નહીં.

  કોંગ્રેસના રાષ્ટ્રભૂષણ કાંતિએ ટ્વિટ કર્યું છે કે - દેશના ખેડૂતોને નથી ભાજપના નેતાઓ પર ભરોસો, બૈતૂલ (મધ્યપ્રદેશ)ના ભાજપના સાંસદ ડી. ડી. ઉઈકેએ ખેડૂતોને કહ્યુ- તમારી માગણીઓ માની લીધી છે, હવે જોરદાર તાળીઓ વગાડી દો. ખેડૂતોએ તાળીઓ પાડવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો. વીજ સમસ્યાથી પરેશાન છે ખેડૂત.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

ભાજપના સાંસદે માગણીઓ માનીને ખેડૂતોને તાળીઓ વગાડી બિરદાવવા કહ્યુ, ખેડૂતોએ કર્યો ઈન્કાર