National

મણિપુરમાં બે તબક્કામાં યોજાશે વિધાનસભાની ચૂંટણી, 27 ફેબ્રુઆરીએ પહેલા તબક્કામાં અને 3 માર્ચે બીજો તબક્કામાં થશે વોટિંગ

મણિપુરમાં બે તબક્કામાં યોજાશે વિધાનસભાની ચૂંટણી, 27 ફેબ્રુઆરીએ પહેલા તબક્કામાં અને 3 માર્ચે બીજો તબક્કામાં થશે વોટિંગ

- મણિપુરમાં 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે વોટિંગ

- મણિપુરમાં કોંગ્રેસ રહી છે સૌથી વધુ સત્તામાં

 

નવી દિલ્હી, શનિવાર

   પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની ઘોષણા થઈ ચુકી છે. જેમાં ઈશાન ભારતના મણિપુર રાજ્યમાં બે તબક્કામાં વોટિંગ થશે. પેહલો તબક્કો 27 ફેબ્રુઆરી, 2022ના રોજ અને બીજો તબક્કો 3 માર્ચ, 2022ના રોજ હાથ ધરાશે. મણિપુરની મતગણતરી અન્ય ચાર રાજ્યોની સાથે 10મી માર્ચે હાથ ધરાશે.

મણિપુર પહેલો તબક્કો -
નોટિફિકેશન – 1 ફેબ્રુઆરી
નામાંકનની છેલ્લી તારીખ- 8 ફેબ્રુઆરી
નામાંકનની સ્ક્રૂટિની- 9 ફેબ્રુઆરી
નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ- 11 ફેબ્રુઆરી
વોટિંગ - 27 ફેબ્રુઆરી
મતગણતરી - 10 માર્ચ

મણિપુર બીજો તબક્કો -
નોટિફિકેશન - 4 ફેબ્રુઆરી
નામાંકનની છેલ્લી તારીખ - 11 ફેબ્રુઆરી
નામાંકન પત્રની સ્ક્રૂટની - 14 ફેબ્રુઆરી
નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ - 16 ફેબ્રુઆરી
વોટિંગ - 3 માર્ચ
મતગણતરી - 10 માર્ચ

   મણિપુર વિધાનસભામાં કુલ 60 બેઠકો છે. તેનો કાર્યકાળ 19 માર્ચ, 2022ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તેવામાં આના પહેલા રાજ્યમાં સરકારની રચનાની પ્રક્રિયા પૂર્ણ કરાશે. 2017માં મણિપુરમાં ભાજપ 21 બેઠકો સાથે બીજા સ્થાને અને કોંગ્રેસ 28 બેઠકો સાથે પ્રથમ ક્રમે રહી હતી. તે સમયે ભાજપે એનપીપી, એલજેપી અને અપક્ષ ધારાસભ્યોના ટેકાથી સરકાર બનાવી અને એન. બીરેન્દ્રસિંહ મુખ્યમંત્રી બન્યા. ભાજપ મણિપુરમાં સત્તા ટકાવી રાખવા અને કોંગ્રેસ સત્તામાં વાપસી કરવા માટે જોર લગાવી રહ્યા છે.

   2017માં કોંગ્રેસ સૌથી વધુ 28 બેઠકો જીતી હોવા છતાં સરકાર બનાવી શકી નહીં. તેના સ્થાને 21 બેઠકો જીતનારા ભાજપે નેશનલ પીપલ્સ પાર્ટીના 4, નગા પીપલ્સ ફ્રન્ટના 4, એલજેપીના એક અને અન્ય બે ધારાસભ્યોના ટેકાથી મણિપુરમાં સરકાર બનાવી હતી. ભાજપનો દાવો છે કે પાંચ વર્ષમાં મણિપુરમાં સ્થિરતા લાવવામાં આવી છે.

મણિપુરમાં બે તબક્કામાં યોજાશે વિધાનસભાની ચૂંટણી, 27 ફેબ્રુઆરીએ પહેલા તબક્કામાં અને 3 માર્ચે બીજો તબક્કામાં થશે વોટિંગ