National

મોદીરાજમાં ગરીબો બન્યા સૌથી વધુ ગરીબ : અર્થશાસ્ત્રીએ આંકડાના આધારે કર્યો દાવો

મોદીરાજમાં ગરીબો બન્યા સૌથી વધુ ગરીબ : અર્થશાસ્ત્રીએ આંકડાના આધારે કર્યો દાવો

- ભારતની 1 ટકા વસ્તી પાસે રાષ્ટ્રીય આવકના 22%

- દેશની 50% વસ્તી પાસે 13% જેટલો હિસ્સો

 

નવી દિલ્હી, સોમવાર

      આમ તો મોદી સરકાર ગરીબોના જીવનસ્તરને ઉઠાવવા માટે કામ કરવાનો દાવો કરતી રહી છે. પરંતુ તાજેતરના એક રિપોર્ટના આધારે અર્થશાસ્ત્રીએ દાવો કર્યો છે કે મોદીરાજમાં ગરીબો સૌથી વધુ ગરીબ બન્યા અને અમીરો સૌથી વધુ અમીર બન્યા છે. એટલે કે દેશમાં ગરીબો અને અમીરો વચ્ચેની અસમાનતાની ખાઈ વધુ ઉંડી થઈ છે.

       સિસ્ટર નિવેદિતા યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ બિઝનેસના નિદેશક રતન ખાસનવીસે દાવો કર્યો છે કે દેશમાં અમીરી અને ગરીબી વચ્ચેની ખાઈ વધતી જઈ રહી છે. તેમણે કહ્યુ છે કે જ્યાં દેશણાં અમીર વધુ અમીર બની રહ્યો છે, તો ગરીબની ગરીબી વધતી જઈ રહી છે. મહત્વપૂર્ણ છે કે તેમણે ટેલિગ્રાફને આપેલા એક ઈન્ટરવ્યૂમાં આ દાવો કર્યો છે.

        તેમણે વિશ્વ અસમાનતા રિપોર્ટ 20222 શીર્ષકવાળા રિપોર્ટને ટાંકીને જણાવ્યું છે કે ભારતની 10 ટકા વસ્તીની પાસે દેશની આવકના કુલ 57 ટકા છે. તો એક ટકા વસ્તી પાસે 22 ટકા હિસ્સો છે. તેવામાં નીચલા વર્ગ પાસે 13 ટકા જ કમાણી છે. મહત્વપૂર્ણ છે કે આ રિપોર્ટ તૈયાર કરવામાં ફ્રાંસના ઈકોનોમિસ્ટ થોમસ પિકેટ્ટી સહીતના ઘણાં વિશેષજ્ઞોએ પોતાનું યોગદાન આપ્યું છે.

       રતન ખાસનવીસે કહ્યુ છે કે આપણે ભૂલી જઈએ છીએ કે અતીતમાં એક વધુ ભારત હતું, જ્યાં અમીરી-ગરીબી વચ્ચે બનેલી અસમાનતા ઘટી રહી હતી. ટોપ-1 ટકા કમાણી કરનારાઓ માટે દેશની આવકનો હિસ્સો 1950ના દશકના મધ્યથી 1980ના દશકના મધ્ય સુધી લગભગ 13 ટકાથી 5 ટકા ઓછો રહ્યો. તેમણે કહ્યુ છે કે 1980ના દશકના મધ્યમાં એક સમય એવો રહ્યો કે જ્યારે વ્યાપાર-સમર્થક બજાર વિનિયમ નીતિઓને લાગુ કરવામાં આવી હતી. ટોપ-1 ટકાની પાસે નાણાંકીય વર્ષની હિસ્સેદારી 1980ના દશકના મધ્યમાં 5 ટકાથી ઓછાથી બેગણી થઈને 2000માં 10 ટકા થઈ ગઈ હતી.

          જ્યારે 2014માં આવક અસમાનતાનો ગુણાંક 34.4 ટકા હતો (100 ટકા પૂર્ણ અસમાનતા અને 0 ટકા પૂર્ણ સમાનતાને ઈંગિત કરે છે), તે 2018 સુધી વધીને 47.9 ટકા થઈ ગયો હતો. આ વૃદ્ધિની સાથે, દેશ મોદીના ભારત તરીકે ઉભર્યો. તેવામાં આંકડાથી ઉજાગર થાય છે કે પરિસ્થિતિ બદલવાના વાયદા સાતે 2014માં આવેલી મોદી સરકાર સત્તામાં તો સતત બનેલી હી, પરંતુ હકીકત એ રહી કે આ મામલામાં તસવીર વધુ ખરાબ થઈ.

         તેમણે વિશ્વ અસમાનતા રિપોર્ટ 2022ને લઈને કહ્યું છે કે આ રિપોર્ટ જણાવે છે કે ભારતના ટોચના 10 ટકા અને ટોચના 1 ટકા હવે કુલ દેશની આવક પર અનુક્રમે 57 ટકા અને 22 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે કુલ રાષ્ટ્રીય આવકમાં નીચલા સ્તરની 50 ટકા વસ્તીનો હિસ્સો ઘટીને 13 ટકા થઈ ગયો છે.

         રતન ખાસનવીસે કહ્યુ છે કે આમા આપણે એ પણ જોવું જોઈએ કે ભારત હવે ડોલર અબજોપતિઓની વૈશ્વિક સંખ્યામાં ત્રીજા સ્થાને છે. આ અસમાનતાના મામલામાં ભૂતકાળના આંકાડની વર્તમાનના આંકડા સાથેની સરખામણી પર ગંભીર સંકેત મળે છે. આ વિશ્વ અસમાનતા રિપોર્ટમાં ઉજાગર થાય છે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

 

મોદીરાજમાં ગરીબો બન્યા સૌથી વધુ ગરીબ : અર્થશાસ્ત્રીએ આંકડાના આધારે કર્યો દાવો