National

રક્ષા મંત્રી રાજનાથ સિંહ કોરોના સંક્રમિત, થયા હોમ ક્વોરેન્ટાઈન

રક્ષા મંત્રી રાજનાથ સિંહ કોરોના સંક્રમિત, થયા હોમ ક્વોરેન્ટાઈન

- સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ કોરોનાથી સંક્રમિત થયા

- તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી

- “તાજેતરમાં મારા સંપર્કમાં આવ્યા છે તેઓ પોતાને અલગ રાખે અને પોતાની સંભાળ રાખે”

 

નવી દિલ્હી,સોમવાર

   દેશમાં વધી રહેલા કોરોના વાયરસના કેસ વચ્ચે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. રાજનાથ સિંહે સોમવારે કહ્યું કે તેઓ કોવિડ પોઝીટીવ મળી આવ્યા છે અને વાયરસના હળવા લક્ષણોનો અનુભવ કરી રહ્યા છે. રક્ષા મંત્રીએ ટ્વીટ કરીને કહ્યું, 'હું આજે હળવા લક્ષણો સાથે કોરોના પોઝિટિવ મળી આવ્યો છું. હાલ હું હોમ ક્વોરેન્ટાઈનમાં છું.

   રક્ષા મંત્રી રાજનાથ સિંહ સોમવારે કોરોના પોઝિટિવ થયા છે.તેમણે પોતે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે તેઓ તેમના ઘરે ક્વોરેન્ટાઈન છે અને તેમનામાં કોરોનાના કોઈ મોટા લક્ષણો નથી. રાજનાથ સિંહે ટ્વીટ કર્યું, "મારો આજે હળવા લક્ષણો સાથે કોરોના પોઝિટિવ આવ્યો છે. હું હોમ ક્વોરેન્ટાઇનમાં છું. હું એવા તમામ લોકોને વિનંતી કરું છું જેઓ તાજેતરમાં મારા સંપર્કમાં આવ્યા છે તેઓ પોતાને અલગ રાખે અને પોતાની સંભાળ રાખે." ટેસ્ટ કરાવો."

   જણાવી દઈએ કે, આ પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ, બારાતમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. સોમવારે ભારતમાં કોરોના વાયરસ રોગના 1,79,723 કેસ નોંધાયા હતા. સક્રિય કેસની સંખ્યા પણ 700,000ને વટાવી ગઈ છે.

   એવું લાગે છે કે ભારત COVID-19 રોગચાળાના ત્રીજી લહેરમાથી પસાર થઈ રહ્યું છે કારણ કે વાયરસ રાજ્યમાં ઝડપથી ફેલાતો રહે છે, જેના કારણે દૈનિક ચેપમાં વધારો થઈ રહ્યો છે. આ સતત ચોથો દિવસ છે જ્યારે ભારતમાં કોરોનાના દૈનિક કેસ 1 લાખને પાર કરી રહ્યા છે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

રક્ષા મંત્રી રાજનાથ સિંહ કોરોના સંક્રમિત, થયા હોમ ક્વોરેન્ટાઈન