Gujarat

રાજ્યના 3500 રસીકરણ કેન્દ્રો પર 17હજારથી વધુ આરોગ્ય કર્મીઓને આજે પ્રિકોશન ડોઝ

- મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં રસીકરણ કેન્દ્રની મુલાકાત લઈ આરોગ્ય કર્મીઓ અને વેક્સિન લેનારા સાથે વાતચીત કરીને પ્રોત્સાહિત કર્યા

- રાજ્યમાં આવા પ્રિકોશન ડોઝ માટે પાત્રતા ધરાવતા અંદાજે 9 લાખ લોકો

ગાંધીનગર, સોમવાર

   રાજ્યમાં ફ્રન્ટ લાઈન વર્કર્સ, હેલ્થ વર્કર્સ તથા 60 વર્ષથી વધુની આયુના અને અન્ય બીમારી ધરાવતા વયસ્કોને કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવાનો સોમવાર 10મી જાન્યુઆરીથી પ્રારંભ થયો છે.

   મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફ્રન્ટ લાઈન વર્કર્સ અને વરિષ્ઠ નાગરિકોને કોરોના વેક્સિનના પ્રિકોશન ડોઝ આપવાના આ પ્રારંભ પ્રસંગે ગાંધીનગર મહાનગર પાલિકાના સેકટર-29ના અર્બન હેલ્થ સેન્ટર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર રાજ્યમાં આવા પ્રિકોશન ડોઝ માટે પાત્રતા ધરાવતા અંદાજે 9 લાખ લોકોને આજે પ્રથમ દિવસે રાજ્યભરના 3500 રસીકરણ કેન્દ્રો પરથી અંદાજે 17હજારથી વધુ આરોગ્ય કર્મીઓને આ ડોઝ આપવાના છે.

   મુખ્યમંત્રીએ ગાંધીનગર મહાનગરપાલિકાના રસીકરણ કેન્દ્રની મુલાકાત દરમ્યાન આરોગ્ય કર્મીઓ અને વેક્સિન લેનારાઓ સાથે વાતચીત કરીને પ્રોત્સાહિત કર્યા હતા. આ અવસરે ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા,આરોગ્ય વિભાગના કાર્યકારી અગ્ર સચિવ મુકેશ કુમાર,ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલ તેમજ આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, મહા નગર પાલિકાના પદાધિકારીઓ વગેરે પણ જોડાયા હતા.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

રાજ્યના 3500 રસીકરણ કેન્દ્રો પર 17હજારથી વધુ આરોગ્ય કર્મીઓને આજે પ્રિકોશન ડોઝ