
- અમદાવાદમાં 1835 તો સુરતમાં 1105 કેસ નોંધાતા ચિંતામાં વધારો
- ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધી રહેલા કોરોનાના કેસોએ લોકો અને તંત્રની ચિંતામાં વધારો કર્યો
ગાંધીનગર, ગુરૂવાર
ગુજરાત રાજ્યમાં આજે પણ કોરોનાના કેસોમાં તોતિંગ વધારો યથાવત રહેવા પામ્યો છે. આજે રાજ્યમાં કોરોના 4213 કેસ નોંધાયા છે. સતત વધી રહેલા કોરોના કેસના પગલે સરકારે વાઇબ્રન્ટ સમિતિ પતંગ મહોત્સવ અને અમદાવાદ ખાતે આયોજિત ફ્લાવર શોનું આયોજન પણ રદ કરી નાખ્યું છે. બીઆરટીએસ અને એએમટીએસમા પણ હવે મુસાફરો 50% કેપીસીટિ સાથે ચલાવવાનું નક્કી કરવામાં આવી છે. નજીકના સમયમાં રાજ્ય સરકાર દ્વારા કોવીડ ગાઇડ લાઇનનો ચુસ્તપણે અમલ કરવા તેમજ શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરી ઓનલાઇન ચાલુ રાખવા જેવા નિર્ણય લેવામાં આવી શકે છે.

આજે પણ રાજ્યમાં કોરોનાનો કોહરામ યથાવત જોવા મળે છે. દેશના અન્ય રાજ્યોની સાથે સાથે ગુજરાતમાં પણ કોરોના અને ઓમિક્રોનના વધી રહેલા કેસો તંત્ર અને નાગરિકો માટે ચિંતાનું કારણ બનેલા છે. આજે પણ રાજ્યમાં કોરોનાના 4213 કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં 1835, સુરતમાં 1105, રાજકોટમાં 183, આણંદમાં 112, વડોદરા 103, સુરત જિલ્લામાં 88, કચ્છમાં 77, ખેડામાં 66, ગાંધીનગર કોર્પોરેશનમાં 59, નવસારીમાં 46, ભરૂચમાં 43, રાજકોટમાં 41, ભાવનગર કોર્પોરેશન 38, ગાંધીનગર જિલ્લામાં 32, જામનગર કોર્પોરેશનમાં 30, જુનાગઢ કોર્પોરેશનમાં 30, અમદાવાદ જિલ્લામાં 27, સાબરકાંઠામાં 23, મહેસાણામાં 22, દેવભૂમિ દ્વારકામાં 18, મોરબીનો 18, પંચમહાલમાં 18, સુરેન્દ્રનગરમાં 17, અમરેલીમાં 16, દાહોદમાં 15, ગીર સોમનાથમાં 15, તાપીમાં 14, વડોદરામાં 13, બનાસકાંઠામાં 12, અરવલ્લીમાં 11, મહીસાગરમાં 7, નર્મદામાં 6, પોરબંદરમાં 5, છોટાઉદેપુરમાં 3, જામનગરમાં 3, ભાવનગરમાં 2, જુનાગઢ 2 કેસ નોંધાયા છે. સૌથી રાહતના સમાચાર એ છે કે આજે રાજ્યમાં ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu
