National

રાજ્યોને મળેલા વેન્ટિલેટર હજુ 'પેટીપેક', મોદી સરકાર વારંવાર લખી રહી છે લેટર

રાજ્યોને મળેલા વેન્ટિલેટર હજુ 'પેટીપેક', મોદી સરકાર વારંવાર લખી રહી છે લેટર

- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર તાંડવ મચાવી રહી

- અમુક રાજ્યોના આરોગ્ય તંત્રને હજુ વેન્ટિલેટરને ડબ્બામાંથી કાઢવાનો પણ સમય મળતો નથી

- ઈશ્વર જ જાણે કયા કામોમાં સાહેબો વ્યસ્ત હશે!

- કેન્દ્ર દ્વારા લખાયેલા પત્ર બાદ થયો ખુલાસો

- તપાસમાં PM કેર ફંડમાંથી અપાયેલા વેન્ટિલેટર ખાઇ રહ્યા છે

 

નવી દિલ્હી,મંગળવાર

  કોરોનાની ત્રીજી લહેરમાં પણ રાજ્યોમાં તૈયારી નથી દેખાઇ. કેન્દ્ર દ્વારા રાજ્ય સરકારોને પત્ર લખી તૈયારી કરવા અંગે જાણકારી આપવામાં આવી હોવા છતાં પણ રાજ્યોમાં તૈયારીનો અભાવ જોવા મળ્યો હતો. કેન્દ્ર દ્વારા પત્ર લખાયા બાદ તપાસ કરવામાં આવી હતી જેમાં ખુલાસો થયો છે કે PM કેર ફંડમાંથી અપાયેલા વેન્ટિલેટર હાલ ધૂળ ખાઇ રહ્યા છે. જીનોમ સિક્વોન્સિંગની લેબ પણ શરૂ કરવામાં રાજ્યોની ઉદાસીનતા દેખાઇ રહી છે. બોક્ષમાં પેક વેન્ટિલેટરો બહાર પણ નથી કઢાયા. છેલ્લા 9 મહિનામાં કેન્દ્ર દ્વારા 4 વખત પત્ર લખવામાં આવ્યો હતો. 20 ટકા વેન્ટિલેટર હજુ બંધ હાલતમાં દેખાઇ રહ્યા છે. દિલ્લીમાં 1129માંથી 172 વેન્ટિલેટર ચાલુ નથી કર્યા. ચંદીગઢમાં પણ વેન્ટિલેટર બંધ હાલતમાં જોવા મળ્યા છે.

  તપાસમાં ખૂલ્યું છે કે કેન્દ્ર સરકારે રાજ્યોને 50 હજાર વેન્ટિલેટર આપ્યા હતા પરંતુ હજુ 1600ને તો પેટીપેક જ રાખવામાં આવ્યા છે. જીનોમ સિકવેન્સિંગને લઈને લેબની હાલતમાં પણ આવી જ હાલત છે. રાજ્યોને લેબ નવી બનાવવામાં કોઈ રસ નથી. રાજ્યો પોતાની સફાઇમાં જુદા જુદા બહાના બતાવી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે.  

આવો `કેર' વર્તાવશે કહેર!  
રાજ્ય વેન્ટિલેટરની સંખ્યા
તેલંગાના 534
ઉત્તરપ્રદેશ 236
તમિલનાડુ 210
દિલ્લી 172
ગુજરાત 136
પશ્ચિમબંગાળ 51
ચંદીગઢ 20
કર્ણાટક 87
જમ્મુ કશ્મીર 16
હરિયાણા 2
હિમાચલ 2
નાગાલેન્ડ 2
અસમ 1

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

રાજ્યોને મળેલા વેન્ટિલેટર હજુ 'પેટીપેક', મોદી સરકાર વારંવાર લખી રહી છે લેટર