Sports

વનડે સીરીઝ માટે ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા પહોંચી ગઈ

વનડે સીરીઝ માટે ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા પહોંચી ગઈ

- ODI ટીમમાં પસંદગી પામેલા વિરાટ કોહલી, KL રાહુલ પહેલાથી જ દક્ષિણ આફ્રિકામાં હાજર

- મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ઈન્સ્ટાગ્રામ પર ફોટા શેર કર્યા

નવી દિલ્હી, રવિવાર

   વનડે સીરીઝ માટે ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા પહોંચી ગઈ છે. આ ત્રણ મેચની વનડે શ્રેણી 19 જાન્યુઆરીથી શરૂ થવાની છે. ODI ટીમમાં પસંદગી પામેલા વિરાટ કોહલી, KL રાહુલ જેવા ખેલાડીઓ ટેસ્ટ શ્રેણી માટે પહેલાથી જ દક્ષિણ આફ્રિકામાં હાજર છે.

   મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ઈન્સ્ટાગ્રામ પર ફોટા શેર કર્યા છે જેમાં તેની સાથે શિખર ધવન, ભુવનેશ્વર કુમાર, ઈશાન કિશન અને યુઝવેન્દ્ર ચહલ જોવા મળી રહ્યા છે. સૂર્યકુમારે ફોટોના કેપ્શનમાં લખ્યું છે કે, 'આવનારા પડકારો માટે અમે અમારા છોકરાઓ સાથે તૈયાર છીએ.'રોહિત શર્મા દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણી માટે પણ ફિટ નહોતો. રોહિતની ગેરહાજરીમાં કેએલ રાહુલને વનડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સાથે જ જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી છે. રાહુલે જોહાનિસબર્ગ ટેસ્ટ મેચમાં પ્રથમ વખત ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી હતી. જો કે તે મેચમાં ભારતીય ટીમને સાત વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ઓડીઆઈ શ્રેણીના ઋતુરાજ ગાયકવાડ, વેંકટેશ અય્યર જેવા યુવા ખેલાડીઓને પણ તક મળી છે. ઋતુરાજ અને વેંકટેશે ગયા વર્ષે IPL અને ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ સિવાય અનુભવી ખેલાડીઓ શિખર ધવન, ભુવનેશ્વર કુમાર અને રવિચંદ્રન અશ્વિનને પણ વનડે શ્રેણી માટે ટીમમાં જગ્યા મળી છે.

વનડે સીરીઝ માટે ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા પહોંચી ગઈ