International

સંક્રમિત લોકો પાસે રહેવાનો એ અર્થ નથી કે કોરોના થશે, રિસર્ચમાં ચેપ નહીં લગાવનું કારણ થયું ઉજાગર

સંક્રમિત લોકો પાસે રહેવાનો એ અર્થ નથી કે કોરોના થશે, રિસર્ચમાં ચેપ નહીં લગાવનું કારણ થયું ઉજાગર

- અમેરિકામાં બીજી વાર 1 દિવસમાં કોરોનાના 10 લાખથી વધુ કેસ

- યુરોપના દેશોમાં પણ કોરોનાના નવા કેસની સંખ્યામાં વધારો

 

નવી દિલ્હી, મંગળવાર

  દુનિયાભરમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પ્રમાણે, ગત 24 કલાકમાં 17.36 લાખ નવા કેસ સામે આવ્યા છે. આટલા વધારે કેસ આવવા છતાં આ વખતે આખા વિશ્વમાં ગત વર્ષ એપ્રિલ માસમાં મચી હતી તેવી કોઈ અફરા-તફરી કે પેનિકની સ્થિતિ નથી. જો કે અમેરિકા, યુરોપના દેશોમાં કોરોનાના નવા કેસોમાં વધારો ઝડપથી થઈ રહ્યો છે. તેમ છતાં આ દેશોમાં નિયમોને ઢીલ આપવાનું શરૂ કરાયું છે. આમ આખરે શા માટે થઈ રહ્યું છે, તેવો પ્રશ્ન દરેકના મનમાં થશે.

  તો વૈજ્ઞાનિકોએ આનું સંભવિત કારણ શોધી કાઢયું છે. ઈમ્પિરિયલ કોલેજ લંડનના રિસર્ચર્સે પોતાના સંશોધનમાં તારવ્યું છે કે આ વખતે કેટલાક લોકોમાં કોરોના થવાનું જોખમ ઘણું ઓછું છે. રિસર્ચર્સ પ્રમાણે,ખરેખર, સામાન્ય શરદી-જુકામથી લડવા માટે લોકોના શરીરમાં ડિફેન્સ ઈમ્યુન સેલ્સનું સ્તર ઘણું વધી ગયું છે. તેના કારણે કોવિડ-19 ચેપનું જોખમ ઘણું ઓછું થયું છે. સોમવારે પ્રકાશિત રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જે લોકોને પહેલા ક્યારેય કોરોના થયો નથી, તેમના શરીરમાં સામાન્ય શરદી-જુકામ સામે લડવા માટે ટી-સેલ્સના સ્તરમાં ઘણો વધારો થયો છે, માટે કોરોનાથી સંક્રમિત વ્યક્તિ સાથે રહેવા છતાં પણ આ લોકોને કોરોના થયો નથી. આ અભ્યાસને નેચર કમ્યુનિકેશન જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે.

  ઈમ્પિરિયલ નેશનલ હાર્ટ એન્ડ લંગ્સ ઈન્સ્ટિટ્યૂટના રિયા કુંદૂએ કહ્યુ છે કે જો કોઈ વ્યક્તિ સાર્સ કોવિડ-2 વાયરસના સંપર્કમાં આવે છે, તો તેનો અર્થ એ નથી કે તેને હંમેશા કોરોના જ થઈ જાય. જો કે એવું કેમ થાય છે, હાલ તેનું પુરું કારણ જાણી શકાયું નથી. પરંતુ આપણને ખૂબ જલ્દી આના કારણની ખબર પડી જશે. હાલ અમે અમારા રિસર્ચમાં જોયું છે કે શરીરમાં પહેલા બનેલી ટી-કોશિકાઓના ઉચ્ચસ્તર કોરોના વાયરસથી સુરક્ષામાં મહત્વપૂર્ણ રૂપથી કામ કરે છે. આ ટી-કોશિકાઓ સામાન્ય શરદીથી સુરક્ષા કરવા દરમિયાન બને છે.

  બ્રિટનના વૈજ્ઞાનિકોએ 52 લોકોના સેમ્પલનું પરીક્ષણ કર્યા બાદ આ નિષ્કર્ષ કાઢયો છે. આ લોકો કોરોનાથી ચેપગ્રસ્તની સાથે રહ્યા હતા. પરંતુ તેમાથી અડધોઅડધને કોરોના થયો નથી. તેમણે અભ્યાસમાં તારવ્યું કે તેમનામાં ટી-કોશિકાઓની રોગપ્રતિકારક ભૂમિકા હોય છે. આ અન્ય પ્રકારના કોરોના વાયરસના સંપર્કમાં આવવા દરમિયાન બની હતી. વૈજ્ઞાનિકોએ કહ્યુ છે કે એન્ટીબોડીની સરખામણીમાં ટી-સેલ્સના વધુ સમય સુધી જીવિત રહેવાની શક્યતા છે. આ કારણ છે કે તેમાં ટી-સેલ્સ તો ઘણાં પહેલા વિકસિત થઈ ગયા. પરંતુ તેની અસર ઘણા સમય સુધી રહી. ટી-સેલ્સ સંક્રમિત સેલ્સને મારી શકે છે અને ગંભીર બીમારી થવાથી બચાવી પણ શકે છે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

 

 

સંક્રમિત લોકો પાસે રહેવાનો એ અર્થ નથી કે કોરોના થશે, રિસર્ચમાં ચેપ નહીં લગાવનું કારણ થયું ઉજાગર