Gujarat

સંઘ પ્રદેશ દમણમાં ધોરણ-1થી 8ની શાળાઓ બંધ કરાઈ, ગુજરાત સરકાર કયા શુભ ચોઘડીયાની રાહ જુએ છે 

સંઘ પ્રદેશ દમણમાં ધોરણ-1થી 8ની શાળાઓ બંધ કરાઈ, ગુજરાત સરકાર કયા શુભ ચોઘડીયાની રાહ જુએ છે 

- દમણમાં આવતા પ્રવાસીઓને વેક્સિનેશનના બંને સર્ટિફિકેટ જાેયા પછી જ પ્રવેશ આપવામાં આવે છે
- હોટલથી લઈ અનેક ઉદ્યોગકારોને વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે, 17 કેસ આવતાં તંત્ર આકરા પાણીએ 

ગાંધીનગર,ગુરૂવાર

  રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત સાથે જ રાજ્ય સરકાર કડક પગલાં લઈ શકે છે જાે કે, બીજી તરફ સંઘ પ્રદેશ દમણમાં પણ કોરોનાના 17 કેસ આવતાં વહીવટી તંત્ર આકરા પાણીએ આવી ચૂક્યું છે. યુદ્વના ધોરણે પ્રશાસન દ્વારા ધોરણ 1થી 8ની શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. દમણમાં આવતા પ્રવાસીઓએ રસીના બંને ડોઝ લીધા છે કે નહી તેના સર્ટિફિકેટ જાેવામાં આવી રહ્યા છે અને જે વ્યક્તિએ રસી ના લીધી હોય તેમણે દમણમાં પ્રવેશ આપવામાં આવતો નથી. વેક્સિનેશન માટે હોટલથી લઈ ઉદ્યોગકારોને સમજાવવામાં આવી રહ્યા છે અને રસીના બંને ડોઝ બાકી હોય તેમણે રસી આપવામાં આવી રહી છે. સંઘ પ્રદેશ યુદ્વના ધોરણે આટલી કડક કાર્યવાહી કરતું હોય તો ગુજરાત સરકાર હજુ કયા શુભ ચોઘડીયાની રાહ જાેઈ રહી છે. રાજ્યમાં કોરોનાએ ફરીથી અજગરી ભરડો લીધો છે અને હવે કેસનો આંકડો ત્રણ હજારને પાર કરી ગયો છે ત્યારે સરકારે કડક કાર્યવાહી કર્યા વિના છૂટકો જ નથી. હજુ પણ રાજ્યમાં ઓનલાઈન શિક્ષણને લઈ સરકાર કોઈ નિર્ણય લઈ શકી નથી. બાળકોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને તેઓ સુપર સ્પ્રેડર બની રહ્યા છે તેમ છતાં પણ રાજ્ય સરકાર કોઈ નિર્ણય લઈ શકી નથી. વાલીઓ પણ બાળકોને શાળામાં મોકલતા હવે ડરવા લાગ્યા છે પણ સરકાર હજુ ચોક્કસ નિર્ણય લઈ શક્તી નથી. 

  સંઘ પ્રદેશ દમણમાં કોરોનાના એક સાથે 17 કેસ આવ્યા બાદ પ્રશાસન આકરા પાણીએ જાેવા મળી રહ્યું છે. યુદ્વના ધોરણે પ્રશાસન દ્વારા ધોરણ-1થી 8ની શાળાઓ બંધ કરી દેવાની જાહેરાત કરી દેવામાં આવી છે. બાળકોમાં વધુ સંક્રમણ ન ફેલાય તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. બીજી તરફ દમણમાં આવનારા તમામ પ્રવાસીઓનું સ્ક્રેનિંગ કરવામાં આવી રહ્યું છે અને વેક્સિનેશન સર્ટિફિકેટ ફરજિયાત કરાયું છે. રસીના બંને ડોઝ લીધા હોય તેવા પ્રવાસીઓને જ દમણમાં એન્ટ્રી આપવામાં આવી રહી છે. આ સિવાય યુદ્વના ધોરણે જે લોકો વેક્સિનેશનથી બાકી હોય તેમના માટે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે.

  હોટલથી લઈ ઉદ્યોગકારો અને આ સિવાયના અનેક ક્ષેત્રમાં કામ કરતા જે લોકોએ વેક્સિન ન લીધી હોય તેઓ વેક્સિન લઈ લે તે માટે અનુરોધ પણ કરવામાં આવ્યો છે. સંઘ પ્રદેશ દમણ જાે 17 કેસ આવ્યા પછી આટલા આકરા નિયંત્રણો લાદી શક્તું હોય તો ગુજરાતમાં તો કોરોનાનું સંક્રમણ વધ્યું છે તેમ છતાં પણ સરકાર હજુ કોઈ નિર્ણય લઈ શકી નથી. રાજ્યમાં કોરોનાનો આંકડો ત્રણ હજારને પાર કરી ગયો છે અને હવે તે ઉત્તરોત્તર વધવાનો છે. રાજ્યની અન્ય રાજ્યો સાથેની બોર્ડરો નધણિયાત પડી હોય તેવું જાેવા મળી રહ્યું છે. બહારના રાજ્યોમાંથી આવતા લોકોના કોરોના ટેસ્ટ પણ કરાતા ન હોવાની ફરિયાદો સામે આવી રહી છે. ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવું જાેઈએ તેવી વાલીઓની માગણી ઊઠી રહી છે પણ સરકાર હજુ કડક નિર્ણય લઈ શકી નથી. આગામી દિવસોમાં રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અનેકગણું વધી શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે સરકાર તાકીદની અસરથી કડક નિર્ણયો લે તેવું જનતા પણ ઈચ્છી રહી છે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

સંઘ પ્રદેશ દમણમાં ધોરણ-1થી 8ની શાળાઓ બંધ કરાઈ, ગુજરાત સરકાર કયા શુભ ચોઘડીયાની રાહ જુએ છે