Gujarat

આખરે સરકારે જીદ છોડી : કોરોના સંક્રમણનાં કારણે ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ મોકૂફ

આખરે સરકારે જીદ છોડી : કોરોના સંક્રમણનાં કારણે ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ મોકૂફ

- વાયબ્રન્ટ સમિટને લઈને મહત્વના સમાચાર

- કોરોના સંક્રમણને જોતા વાયબ્રન્ટ સમિટ મોકૂફ

- ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે

 

ગાંધીનગર,ગુરુવાર

  છેલ્લા અનેક દિવસથી વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓ ચાલી રહી હતી. અને સરકાર ગઇકાલ સુધી વાઇબ્રન્ટ સમિટ યોજવા મક્કમ હતી. પરંતુ છેલ્લા 3 દિવસથી કોરોનાના કેસોમાં રોકેટ ગતિએ વધારો થતાં આજે આખરે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે વાયબ્રન્ટ સમિટને લઈને મહત્વનો નિર્ણય લઈને તેને મોકૂફ કર્યો છે.

  ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે વાયબ્રન્ટ સમિટને લઈને મહત્વનો નિર્ણય લેતાં તેને મોકૂફ કરવાનો નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. 10 થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.

  કોરોના સંક્રમણ સાથે નવો વેરિઅન્ટ એમિક્રોનના કેસો પણ જોવા મળ્યા છે અને તેના રોગીઓની સારવાર, આઈસોલેશન વગેરે માટે રાજ્યનું સમગ્ર વહિવટીતંત્ર પૂર્ણ તકેદારી રાખી રહ્યું છે વિશ્વભરમાં આ મહામારીના કેસો ફરી પાછા વધવા લાગ્યા છે અને વિવિધ રાષ્ટ્રોમાં પણ સંક્રમણ વધ્યું છે. કોરોના અને એમિક્રોનના આ વાઇરસનો વ્યાપ રાજ્યમાં વધુ ન ફેલાય તેની સંપૂર્ણ તકેદારી રાખીને અને આ મહામારીનું સંક્રમણ વધે નહીં તેવા હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ આ બધી જ બાબતોને લક્ષમાં લેતાં રાજ્યના સૌ નાગરિકોના વિશાળ હિતમાં આગામી તા. 10થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.

  ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટની તૈયારીની કામગીરી સાથે સંકલાયેલા પાંચ અધિકારીઓ કોરોના સંક્રમિત થયા છે. કોરોના ગ્રસ્ત થયેલા અધિકારીઓમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ તથા આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે ઉપરાંત રાજકુમાર બેનિવાલ, જે.પી.ગુપ્તા અને હારિત શુક્લા પણ કોરોના પોઝિટિવ થયા છે. ત્યારે અમદાવાદ શહેરમાં કોરોના વિસ્ફોટ વચ્ચે 4 જાન્યુઆરીના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પર સંત સંમેલન યોજાયું હતું. આ સંત સંમેલનમાં હાજર ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ, શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટ, ઉપ-પ્રમુખ દર્શક ઠાકર અને પરેશ લાખાણી સહિતના 40 નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.

  અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, 5 જાન્યુઆરીએ શહેરમાં નવા 1637 અને જિલ્લામાં 23 મળીને અમદાવાદમાં કુલ 1660 કેસ નોંધાયા છે. 19 મે પછી પહેલીવાર કોરોનાના કેસોએ 1600નો આંકડો કુદાવ્યો છે. 19 મે, 2021ના રોજ શહેર અને જિલ્લામાં 1324 કેસ આવ્યા હતા. જ્યારે શહેરમાં 52 અને જિલ્લામાં 10 મળીને કુલ 62 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. જોકે શહેર અને જિલ્લામાં એકપણ મોત નોંધાયું નથી. આજે ઓમિક્રોનના 34 નવા કેસ નોંધાયા છે. જ્યારે 23 નવા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન ઉમેરવામાં આવ્યા છે. 15થી 18 વય જૂથનાં 40164 બાળકોનું વેક્સિનેશન કરાયું છે.

  મુ્ખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમિટના આયોજન માટે સતત માર્ગદર્શન અને પ્રેરણા આપી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી હરહંમેશ માનવજાતના કલ્યાણ,સુખ અને સલામતી તથા સ્વાસ્થ્ય સુખાકારીના હિત ચિંતક રહ્યા છે.આ વાઇબ્રન્ટ સમિટમાં દેશના જાણીતા ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી,ગૌતમ અદાણી, કે.એમ બિરલા, સુનિલ ભારતી મિત્તલ, અશોક હિન્દુજા, એન. ચંદ્રશેખરન, અને હર્ષ ગોએન્કા હાજર રહેવાના હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, ગુજરાત વિકાસનું વૈશ્વિક મોડેલ છે અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વિશ્વભરના મૂડીરોકાણ કારો, ઉદ્યોગકારો, નિવેશકો માટે એક સક્ષમ પ્લેટફોર્મ બની રહી છે. આ સમિટમાં વિવિધ દેશોના વડાઓ, મહાનુભાવો, ઉચ્ચસ્તરિય પ્રતિનિધિ મંડળો તેમજ દેશભરના વેપાર-ઉદ્યોગ જગતના સંચાલકોએ સહભાગિતા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો અને રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું.

  આ 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ રાજ્યને વિશ્વ વેપાર-ઉદ્યોગ ક્ષેત્રમાં નવી ઉંચાઈઓ પાર કરાવે તેવી પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકારે તેનું સમયબદ્ધ આયોજન કર્યું હતું. આ સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયેલા રાષ્ટ્રો તથા સમિટમાં આવનારા મહાનુભાવો, ડેલિગેશન પ્રત્યે મુખ્યમંત્રીએ આભારની લાગણી વ્યક્ત કરી છે અને તેમના તરફથી આવો જ ઉમળકાભર્યો પ્રતિસાદ ભવિષ્યમાં પણ મળશે તેવી અપેક્ષા દર્શાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ સમિટના પૂર્વાધ રૂપે યોજાયેલી પ્રિ-વાઇબ્રન્ટ સમિટની સફળતામાં સહયોગી કેન્દ્ર સરકારના મંત્રીમંડળના મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓનો આભાર માન્યો છે.તેમણે રાજ્ય સરકારના વિવિધ વિભાગો, ઈન્ડ્રસ્ટીઝ એસોસિએશન, વેપાર-ઉદ્યોગ મંડળોએ ખૂબ જ ટૂંકાગાળામાં આવી સમિટના આયોજનને સફળ બનાવવા માટે આપેલા સહકારને બિરદાવ્યો છે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

 

 

આખરે સરકારે જીદ છોડી : કોરોના સંક્રમણનાં કારણે ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ મોકૂફ