Gujarat

સુરતમાં અરેરાટી ભરી ઘટના : કેમિકલ ખુલ્લામાં ઠાલવતી વેળા ઝેરી અસરથી 6નાં મોત, 23થી વધુ કારીગરો-મજૂરો સારવાર હેઠળ

સુરતમાં અરેરાટી ભરી ઘટના : કેમિકલ ખુલ્લામાં ઠાલવતી વેળા ઝેરી અસરથી 6નાં મોત, 23થી વધુ કારીગરો-મજૂરો સારવાર હેઠળ

- GIDCમાં આવેલી વિશ્વ પ્રેમ મિલના 10 કારીગર અને અન્ય મજૂરો અસરગ્રસ્ત થયા

- કેટલાક દર્દીની ગંભીર તો કેટલાક દર્દીની હાલત સારી છે : ડોક્ટર

- સીઆર પાટીલે દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું

સુરત,ગુરુવાર

  સુરતમાં અઈચ્છનીય ઘટનાનો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં સચિન GIDC માં કેમિકલ ભરેલું ટેન્કર ખુલ્લામાં ઠાલવવામાં આવતાં ઝેરી અસરથી 6 લોકોનાં મોત થયાં છે, જ્યારે 23થી વધુ મજૂરો અને કારીગરોને ગૂંગળામણ થતાં હોસ્પિટલ ખેસડવામાં આવ્યા છે. એમાં GIDCમાં આવેલી વિશ્વ પ્રેમ મિલના 10 કારીગર અને અન્ય મજૂરો અસરગ્રસ્ત થયા છે. હાલ તમામ અસરગ્રસ્તોને સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

  મળતી માહિતી પ્રમાણે, GIDCમાં રાજકમલ ચોકડી પ્લોટ નંબર 362 બહાર પાર્ક કરેલા કેમિકલ ટેન્કરથી 8-10 મીટર દૂર જ તમામ મજૂરો સૂતા હતા. ત્યારે અચાનક જ ટેન્કરની ડ્રેનેજ પાઇપ લીક થતાં ગેસ ફેલાયો હતો, જેને કારણે સૂતેલા મજૂરો અને મિલના કારીગરો પર એની અસર થઈ હતી. હાલ આ તમામ મજૂર સહિત મિલ કારીગરોને આજુબાજુની હોસ્પિટલો અને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. તમામ મજૂરોને યોગ્ય સારવાર મળી રહે એ માટે તમામ સુવિધાઓની વ્યવસ્થા કરી દેવાઈ છે. હાલ પરિસ્થિતિ કાબૂમાં હોય એમ કહી શકાય છે. હાલ દાખલ કરાયેલા દર્દીઓમાં પર ધ્યાન અપાઈ રહ્યું છે. ડોક્ટરો બને એટલું, શક્ય હશે એ કરીને હવે કોઈ મૃત્યુ ન થાય એની કામગીરીમાં જોડાયા છે.

  ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પહેલા ઝડપથી સારવાર ચાલી રહી છે એ પ્રાથમિકતા છે. ત્યાર બાદ જે જરૂર હશે એ કરવામાં આવશે. પોલીસ કમિશનર દ્વારા બે-ત્રણ ટીમ બનાવી તપાસ કરાઈ રહી છે. ટેન્કરનો ડ્રાઈવર હાલ બેભાન છે, પણ ભાનમાં આવી જશે એવી શક્યતા છે. ટેન્કરમાં જે કેમિકલ હતું એ થોડું હેવી હશે, કેમ કે પહેલા માળ સુધી અસર થઈ હશે, જોકે સંપૂર્ણ તપાસ ચાલી રહી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ અને સાંસદ સીઆર પાટીલે સચિન જીઆઈડીસીની દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું. સચિન જીઆઈડીસીમાં કેમિકલ ભરેલાં ટેન્કરો જે ખાલી કરવા આવે છે. એના માલિકોને શોધીને તેમની સામે ગંભીર ગુનો દાખલ કરવો જોઈએ.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

સુરતમાં અરેરાટી ભરી ઘટના : કેમિકલ ખુલ્લામાં ઠાલવતી વેળા ઝેરી અસરથી 6નાં મોત, 23થી વધુ કારીગરો-મજૂરો સારવાર હેઠળ