Business

દાનત હોય... તો : 8 રૂપિયા પ્રતિ લિટર સુધી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં થઈ શકે છે ઘટાડો

દાનત હોય... તો : 8 રૂપિયા પ્રતિ લિટર સુધી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં થઈ શકે છે ઘટાડો

- વૈશ્વિક બજારોમાં ક્રૂડ આઈલની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો

- પેટ્રોલમાં 8 અને ડીઝલમાં 7 રૂપિયા સુધી પ્રતિ લિટરે ઘટાડો શક્ય

 

નવી દિલ્હી, બુધવાર

  વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડાથી જનતાને આશા હતી કે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં પણ ઘટાડો થશે. જો કે આમ થયું નથી. જાણકારોનું કહેવું છે કે સરકાર અને સરકારી ઓઈલ કંપનીઓ ચાહે તો પેટ્રોલ 8 રૂપિયા અને ડીઝલ 7 રૂપિયા સસ્તુ થઈ શકે છે. ક્રૂડ ઓઈલ નવેમ્બરમાં 80.64 ડોલર પ્રતિ બેરલથી ઘટીને ડિસેમ્બરમાં 73.30 ડોલર પ્રતિ બેરલના સ્તરે આવી ગયું હતું.

  વિશેષજ્ઞો પ્રમાણે, ઘણી વાર રાજકીય કારણોથી કિંમતોમાં ઘટાડો થાય છે, જો કે ઓઈલ કંપનીઓ પોતાની કિંમતોમાં ઘટાડાના પક્ષમાં રહેતી નથી. ઓગસ્ટમાં ક્રૂડ ઓઈલનો ભાવ 3.75 ડોલર પ્રતિ બેરલ સસ્તો થયો હતો. કંપનીઓએ મામૂલી રીતે કિંમતો ઘટાડી એટલે કે માત્ર 65 પૈસા પ્રતિ લિટરે ઓછા કર્યા હતા. સપ્ટેમ્બરમાં 3.33 ડોલર પ્રતિ બેરલ ક્રૂડ ઓઈલ મોંઘુ થયું, તો પેટ્રોલની કિંમતોમાં 3.85 રૂપિયા પ્રતિ લિટરનો વધારો ઝીંકવામાં આવ્યો. તેના પછી જ્યારે નવેમ્બરમાં ક્રૂડ ઓઈલના રેટ ઘટયા, ત્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડાના સ્થાને તેને વધારવામાં આવ્યા હતા.

  તાજેતરના દિવસોમાં પેટ્રોલની કિંમતોમાં સતત પાંચ દિવસના ઘટાડા બાદ કેટલીક સ્થિરતા જોવા મળી, તો ડીઝલના ભાવ પણ સતત સ્થિર રહ્યા. જો કે ઓઈલ બજારના જાણકારો આશા વ્યક્ત કરી રહ્યા હતા કે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં આગામી દિવસોમાં વધુ રાહત મળવાની સંભાવના છે. પરંતુ હજી સુધી આમ થયું નથી.

  આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેંટ ક્રૂડનો ભાવ 50 ડોલર પ્રતિ બેરલ અને વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ એટલે કે ડબ્લ્યૂટીઆઈનો ભાવ 42 ડોલર પ્રતિ બેરલની આસપાસ આવી ગયો છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોના નિર્ધારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઈલની કિંમતોના આધારે થાય છે, કારણ કે ભારત પોતાની ઓઈલની જરૂરિયાતોના લગભગ 80 ટકાની આયાત કરે છે.

  વિદેશી મુદ્રા વિનિયમ બજારના કારોબારી સૂત્રોનું કહેવું છે કે કોરોના વાયરસના ઓમીક્રોન સ્વરૂપ અને આર્થિક પુનરોદ્ધાર પર તેની અસરને લઈને ચિંતા વધવાથી, ખનીજતેલની કિંમતોમાં વધારાને કારણે રૂપિયાનો વિનિયમ દર પ્રભાવિત થયો. આ દરમિયાન 6 મુદ્રાઓની સરખામણીમાં ડોલરનું વલણ દર્શાવનારો ડોલર સૂચકાંક 96.25 પર હતો. વૈશ્વિક ઓઈલ બેંચમાર્ક બ્રેંટ વાયદામાં 0.22 ટકાનો ઘટાડો આવ્યો છે અને તે 79.82 ડોલર પ્રતિ બરેલની સપાટીએ પહોંચી ગયો છે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

 

 

દાનત હોય... તો : 8 રૂપિયા પ્રતિ લિટર સુધી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં થઈ શકે છે ઘટાડો