National

“થુંક જિહાદ”: હેર ડ્રેસર જાવેદ હબીબે મહિલાના સેંથામાં થુંકીને કહ્યુ, આ થુંકમાં જાન છે !

“થુંક જિહાદ”: હેર ડ્રેસર જાવેદ હબીબે મહિલાના સેંથામાં થુંકીને કહ્યુ, આ થુંકમાં જાન છે !

- હેર ડ્રેસર જાવેદ હબીબના બૉયકોટની સોશયલ મીડિયા પર હાકલ

- વીડિયો વાઈરલ થયા બાદ મહિલા સામે આવી, કહ્યું-મંચ પર બોલાવી કર્યું ગેરવર્તન

 

 

નવી દિલ્હી, ગુરુવાર

  આમ તો તાજેતરમાં બેકરી કે હોટલ કે ભોજન બનાવતા મુસ્લિમો દ્વારા રોટી કે અન્ય ખાદ્યસામગ્રીમાં થુંકતા હોવાની ઘટનાના ઘણાં વીડિયો વાઈરલ થયા છે. પરંતુ શું તમે કોઈ મુસ્લિમ હેર ડ્રેસરનો મહિલાના સેંથા થુંકતો વીડિયો જોયો છે. તો આવો જ એક વીડિયો સોશયલ મીડિયામાં વાયરલ થયો છે. સોશયલ મીડિયામાં વાયરલ થયેલો આ વીડિયો હેર ડ્રેસર જાવેદ હબીબનો છે. આ વીડિયોમાં તે એક મહિલાના સેંથામાં થુંકતો દેખાય રહ્યો છે. આ વીડિયોના વાઈરલ થયા બાદ ઘણાં યૂઝર્સે જાવેદ હબીબના બોયકોટની હાકલ કરી છે.

  વાયરલ વીડિયોમાં હબીબ ખુરશી પર બેઠેલી એક મહિલાના વાળ સેટ કરી રહ્યો છે. આ દરમિયાન તે મહિલાના વાળને ગંદા ગણાવીને શેમ્પુ કરવાનું કહે છે. તે પાણી ઓછું હોવાનું જણાવીને મહિલાના વાળ પર થુંકે છે. તેની સાથે તે કહે છે કે આ થુંકમાં જાન છે. આ દરમિયાન ત્યાં હરેલા લોકો તાળીઓ પાડતા અને હસતા દેખાય રહ્યા છે. હબીબ મહિલાના સેંથામાં થુંકતો હોવાનું વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય રહ્યું છે. સેંથામાં પરણિત હિંદુ મહિલાઓ સિંદૂર પુરતી હોય છે. પરંતુ હેર ડ્રેસર હબીબે મહિલાના સેંથામાં થુંકીને સ્ત્રી સમ્માન અને હિંદુ પરંપરાને પણ ઠેસ પહોંચાડી છે.

  વીડિયો વાઈરલ થયા બાદ જે મહિલાના સેંથામાં જાવેદ હબીબ થુંક્યો હતો તે સામે આવી છે. આ મહિલાએ પોતાનું નામ પૂજા ગુપ્તા જણાવ્યું છે. તેણે જણાવ્યું છે કે તે બડૌતની વતની છે. તે એક પાર્લર ચલાવે છે. હું જાવેદ હબીબના સેમિનારમાં ગઈ હતી. તેમણે જ મને મંચ પર મારા વાળ કાપવા માટે બોલાવી હતી. તે વખતે તેમણે મારી સાથે ગેરવર્તન કર્યું. એ દેખાડવાની કોશિશ કરી કે જો પાણી ન હોય, તો થુંકથી જ વાળ કાપી શકાય છે. હું મારી શેરીના વાળંદ પાસેથી વાળ કપાવડાવી લઈશ પણ જાવેદ હબીબ પાસે ક્યારેય નહીં કપાવું.

  શેફાલી વૈદ્યે આ વીડિયો શેયર કરતા કહ્યુ છે કે જે મહિલા પર થુંકવામાં આવ્યું છે, તે હસી રહી છે અને બાકી તમામ તાળી વગાડી રહ્યા છે. આ ઘૃણિત છે. અજમેરના ડેપ્યુટી મેયર નીરજ જૈને પણ જાવેદ હબીબનો બહિષ્કાર કરવાની માગણી કરી છે. તેની સાથે જ તેમણે આ હરકતને થુંક જિહાદ ગણાવી છે.

  મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ વીડિયો ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરનો છે. આ સપ્તાહે જાવેદ હબીબે હોટલ કિંગ વિલામાં આયોજીત વર્કશોપનું ડેમોસ્ટ્રેશન કર્યું હતું. આ હોટલ હાઈવે પર આવેલી છે. આ મામલામાં એસએસપી મુઝફ્ફરનગરનું કહેવું છે કે વાઈરલ વીડિયોની તપાસ થઈ રહી છે. પુષ્ટિ થયા બાદ નિયમ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

“થુંક જિહાદ”: હેર ડ્રેસર જાવેદ હબીબે મહિલાના સેંથામાં થુંકીને કહ્યુ, આ થુંકમાં જાન છે !