Gujarat

આરોગ્ય વિભાગમાં અધૂરા સ્ટાફના લીધે કામનું ભારણ વધ્યું, કન્ટેઈનમેન્ટ ઝોનમાં ટેસ્ટીંગ કાર્ય ખોરંભે પડ્યું !

આરોગ્ય વિભાગમાં અધૂરા સ્ટાફના લીધે કામનું ભારણ વધ્યું, કન્ટેઈનમેન્ટ ઝોનમાં ટેસ્ટીંગ કાર્ય ખોરંભે પડ્યું !

- મોટાભાગના આરોગ્ય કર્મચારીઓ રસીકરણની કામગીરીમાં રોકાયેલા હોવાથી કોરોના ટેસ્ટીંગને અસર

- આઉટસોર્સિંગનો સ્ટાફ ન હોવાના કારણે નિયમિત ચેકિંગ પણ ટલ્લે ચઢયું

અમદાવાદ, મંગળવાર

  રાજ્યમાં વધેલા સંક્રમણના પગલે કોરોના ના કેસો માં એકાએક આવેલા ઉછાળા પછી હવે કોરોના ની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે એમ તબીબી વર્તુળો જણાવી રહ્યા છે આ સંજોગોમાં પ્રશાસન દ્વારા પણ આ મહામારીને ભરી પીવા એક પછી એક અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત અત્યારે 15થી 18 વર્ષની વયના બાળકોને રસીનો પ્રથમ ડોઝ આપવાનું કામ ચાલી રહ્યું છે તો સાથોસાથ ફ્રન્ટલાઈન વર્કસ અને સિનિયર સિટીઝનને બુસ્ટર ડોઝ અપાઈ રહ્યો છે. આરોગ્ય કર્મીઓ આ રસીકરણની કામગીરીમાં રોકાયેલા હોવાથી અને આઉટસોર્સિંગના સ્ટાફનો અભાવ હોવાથી બહાર નિયમિત ચેકિંગ કે ટેસ્ટિંગની પ્રક્રિયા ખોરંભે પડી છે.

  રાજ્યના આરોગ્ય વિભાગમાં આઉટસોર્સિંગ સ્ટાફનો અભાવ અત્યારે નડી રહ્યો છે. કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયેલા વિસ્તારોમાં સંક્રમિત વ્યક્તિની આસપાસના ઘરોમાં તમામ ફેમિલી મેમ્બર્સનો કોરોના ટેસ્ટ કરવાનો હોય છે, પરંતુ હાલમાં એવું થઈ રહ્યું નથી. કારણ કે આરોગ્ય વિભાગના મોટાભાગના કર્મચારીઓ રસીકરણની કામગીરીમાં જોતરાઈ ગયા છે.

  એટલું જ નહિ, આવા કન્ટેઈનમેન્ટ ઝોનમાં નિયમિત ચેકિંગ પણ થવું જોઈએ તેમજ વિક્રમ અટકાવવાના અન્ય તબીબી પગલાં પણ યુદ્ધના ધોરણે લેવાઈ જવા જોઈએ પરંતુ મોટાભાગના શહેરોમાં આ કામગીરી સદંતર ટલ્લે ચડી ગયું હોય તેવું લાગી રહ્યું છે. આરોગ્ય વિભાગની પાસે આઉટસોર્સિંગનો સ્ટાફ જ નથી, જે કર્મચારીઓ છે તે બધા જ અત્યારે વેક્સિનેશનની કામગીરીમાં જોતરાઈ ગયા છે. આથી સંક્રમણને ખાળવાના અન્ય પગલાં તરફ અજાણતા જ આંખ મિચામણા થઈ રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. (તસવીર પ્રતિકાત્મક છે)

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

આરોગ્ય વિભાગમાં અધૂરા સ્ટાફના લીધે કામનું ભારણ વધ્યું, કન્ટેઈનમેન્ટ ઝોનમાં ટેસ્ટીંગ કાર્ય ખોરંભે પડ્યું !