National

દુશ્મનને બચવાનો મોકો નહીં આપતી હાઈપરસોનિક અને બેલેસ્ટિક મિસાઈલ વચ્ચે જાણો શું છે અંતર ?

દુશ્મનને બચવાનો મોકો નહીં આપતી હાઈપરસોનિક અને બેલેસ્ટિક મિસાઈલ વચ્ચે જાણો શું છે અંતર ?

- હાઈપરસોનિક મિસાઈલો અને બેલેસ્ટિક મિસાઈલોની હોડ

- ઉત્તર કોરિયા દ્વારા કિમ જોંગ ઉનના શાસનમાં કુલ 90 મિસાઈલ ટેસ્ટ

 

નવી દિલ્હી, ગુરુવાર

  ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન દ્વારા કરવામાં આવેલા હાઈપરસોનિક મિસાઈલ ટેસ્ટને લઈને જાપાન, દક્ષિણ કોરિયા અને અમેરિકા તરફથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. તેમાં કોઈ શંકા નથી કે આ મિસાઈલના ટેસ્ટ આ દેશોની ચિંતા વધારનારા છે. ગત દશકાઓમાં કિમ જોંગ ઉને સમગ્ર કોરિયન ઉપખંડ અને અન્ય દેશો માટે મોટો ખતરો ઉભો કર્યો છે. કિમ જોંગ ઉનના શાસનમાં 90 જેટલી બેલેસ્ટિક અને હાઈપરસોનિક મિસાઈલોના ટેસ્ટ થઈ ચુક્યા છે.

  એમા કોઈ શંકા નથી કે જો ઉત્તર કોરિયાનો આ મિસાઈલ ટેસ્ટ સફળ થયો છે, તો તે તેના માટે મોટી સિદ્ધિ છે. પરંતુ બીજી તરફ બે બાબતો સામે આવી રહી છે. દક્ષિણ કોરિયાની ન્યૂઝ એજન્સી યાનહાપે આ મિસાઈલને બેલેસ્ટિક ગણાવી છે. તો ઉત્તર કોરિયાએ તેને હાઈપરસોનિક મિસાઈલ ગણાવી છે. હવે સવાલ એ છે કે આમ કેમ થયું હતું. બેલેસ્ટિક અને હાઈપરસોનિક મિસાઈલ વચ્ચે ઘણું મોટું અંતર છે.

  ઉત્તર કોરિયાએ આપેલી જાણકારી પ્રમાણે, તેની મિસાઈલે લગભગ 700 કિલોમીટર લાંબુ અંતર કાપીને ટાર્ગેટને સફળતાપૂર્વક ધ્વસ્ત કર્યો. તેની ગતિ બાબતે ઉત્તર કોરિયાએ કોઈ ફોડ પાડયો નથી. મહત્વપૂર્ણ છે કે હાઈપરસોનિક અને બેલેસ્ટિક મિસાઈલમાં સૌથી મોટું અંતર તેની ગતિ અને આકાશમાં તેની ઊંચાઈ સુધી જવા સંદર્ભે હોય છે. અહીં એ પણ જાણી લેવું બેહદ જરૂરી છે કે બંને મિસાઈલો ધરતીના વાતાવરણથી બહાર નીકળીને પાછી રીએન્ટ્રી કરે છે અને પેતાના દુશ્મન પર ઘાતક હુમલો કરે છે.

  આ મિસાઈલોની સ્પીડ એટલી વધારે હોય છે કે દુશ્મને બચવા માટે કોઈ મોકો મળતો નથી. તો અંતરિક્ષામાં એન્ટ્રી કરવાને કારણે તે દુશ્મનના રડારમાં પણ પકડાતી નથી. આ બંને કારણોથી આવા પ્રકારની મિસાઈલોની ગણતરી બેહદ ઘાતક મિસાઈલોમાં કરવામાં આવે છે.

હાઈપરસોનિક મિસાઈલ-
હાઈપરસોનિક મિસાઈલ આકાશને ચીરતી 5થી 10 મેક એટલે કે 3800 મીટર પ્રતિ કલાકની ગતિએ ઉપર જાય છે.
હાઈપરસોનિક મિસાઈલ જ્યાં અંતરિક્ષમાં કેટલાક કિલોમીટરની ઊંચાઈ સુધી જાય છે.
હાઈપરસોનિક મિસાઈલની લંબાઈ બેલેસ્ટિક મિસાઈલથી ઓછી હોય છે.
હાઈપરસોનિક મિસાઈલ દુનિયાના પાંચ પરમાણુ શક્તિ દેશો સિવાય માત્ર ભારત પાસે જ છે.
ભારત પાસે બ્રહ્મોસ દુનિયાની સૌથી ઝડપથી પ્રહાર કરનારી હાઈપરસોનિક મિસાઈલ છે.
બ્રહ્મોસમાં સ્ક્રેમજેટ એન્જિન તેને હાઈપરસોનિક સ્પીડ આપે છે

બેલેસ્ટિક મિસાઈલ-
બેલેસ્ટિક મિસાઈલની ગતિ તેનાથી ઘણી વધારે એટલે કે 15 મેક (15000 મીટર પ્રતિ કલાક)ની હોય છે. મહત્વપૂર્ણ છે કે કોઈ સ્પેસ શટલ અથવા યુદ્ધવિમાન 1થી 1 મેકની ગતિથી જ ઉડાણ ભરે છે.
બેલેસ્ટિક મિસાઈલ 800થી 1200 માઈલની ઊંચાઈ સુધી જઈને પાછી ધરતીના વાતાવરણમાં દાખલ થાય છે.
બેલેસ્ટિક મિસાઈલ લોંગ રેન્જ ગાઈડેડ વેપન હોય છે અને તે હજારો કિલોમીટની સફર બાદ ટાર્ગેટને હિટ કરે છે.
બેલેસ્ટિક મિસાઈલને પેરાબોલિક ટ્રેજેક્ટરીમાં છોડવામાં આવે છે અને તેનું વોરહેડ બેહદ ઝડપ સાથે ધરતીના વાતારણમાં રીએન્ટ્રી કરીને દુશ્મનો પલકવારમાં ખતમ કરે છે.
બેલેસ્ટિક મિસાઈલ હાઈપરસોનિક મિસાઈલથી ઘણી વધારે લાંબી હોય છે.
બેલેસ્ટિક મિસાઈલ લગભગ 36થી 40 ફૂટ લાંબી હોઈ શકે છે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

દુશ્મનને બચવાનો મોકો નહીં આપતી હાઈપરસોનિક અને બેલેસ્ટિક મિસાઈલ વચ્ચે જાણો શું છે અંતર ?