Gujarat

મહેસાણા કોર્ટે જિજ્ઞેશ મેવાણી, રેશમા પટેલ સહિત 10 લોકોને 3 માસની સજા તેમજ રૂ. 1000નો દંડ ફટકાર્યો

મહેસાણા કોર્ટે જિજ્ઞેશ મેવાણી, રેશમા પટેલ સહિત 10 લોકોને 3 માસની સજા તેમજ રૂ. 1000નો દંડ ફટકાર્યો

- રેલી યોજીને જાહેરનામા ભંગના કેસમાં તમામને ફટકારી સજા  
- 12 જુલાઈ 2017ના જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં ઉનાકાંડની વરસી નિમિત્તે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ એક આઝાદી કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું

મહેસાણા, ગુરુવાર 

   મહેસાણા ખાતે વર્ષ 2017 માં આઝાદી કૂચ કાર્યક્રમમાં પરવાનગી વગર રેલી કાઢવા મુદ્દે જાહેરનામા ભંગના કેસમાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, રેશ્મા પટેલ સહિત 10 આરોપીઓને મહેસાણાની કોર્ટે 3 માસની સજા અને રૂ. 1000નો દંડ ફટકાર્યો છે. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને અન્ય 9 લોકો સામે જુલાઈ 2017માં પોલીસની મંજૂરી વિના રેલી યોજવા બદલ નોંધાયેલ ફરિયાદ કેસમાં મહેસાણાની મેજિસ્ટ્રિયલ કોર્ટ ગુરુવારે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. મેવાણી સહિત NCP(રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના નેતા રેશ્મા પટેલ પણ આ કેસમાં આરોપી છે. ત્યારે આ તમામને 3 મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી છે.

   12 જુલાઈ 2017ના જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં ઉનાકાંડની વરસી નિમિત્તે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ એક આઝાદી કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આઝાદી કૂચમાં જવાહરલાલ નહેરૂ વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થી નેતા કનૈયા કુમાર પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ રેલીમાં તમામ લોકોએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં. જો કે, હવે આ મામલે મહેસાણા કોર્ટે તાજેતરમાં મોટો ચુકાદો આપ્યો છે. જેમાં તમામ 10 લોકોને કોર્ટે 3 માસની સજા ફટકારી છે અને 1 હજારનો દંડ ફટકાર્યો છે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો

 

 

મહેસાણા કોર્ટે જિજ્ઞેશ મેવાણી, રેશમા પટેલ સહિત 10 લોકોને 3 માસની સજા તેમજ રૂ. 1000નો દંડ ફટકાર્યો