Gujarat

નવરાત્રિમાં દરેક ગ્રાઉન્ડમાં 108 અને ડૉકટર હાજર રહેશે : હાર્ટ-એટેકના કેસ વધતાં લેવાયો નિર્ણય

નવરાત્રિમાં દરેક ગ્રાઉન્ડમાં 108 અને ડૉકટર હાજર રહેશે : હાર્ટ-એટેકના કેસ વધતાં લેવાયો નિર્ણય

- રાજ્યમાં હાર્ટ એટેકનાં કેસમાં ચિંતાજનક વધારો
- નવરાત્રી સમયે ઈમરજન્સી 108 હોટ લોકેશન પર તહેનાત રાખવામાં આવશે

અમદાવાદ, ગુરુવાર 

  કોરોના પછી યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી ગયું છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવી રહ્યા છે. ત્યારે ગરબા રમતા યુવક-યુવતીઓમાં કાર્ડિયાક એટેકથી મોત થતા તંત્ર દ્વારા નવરાત્રીમાં કોઈ અનિચ્છનિય ઘટનાં બને તો તેને પહોંચી વળવા વહીવટી તંત્ર તેમજ ગરબા આયોજકો દ્વારા આગોતરૂ આયોજન કર્યું છે.નવરાત્રી સમયે ઈમરજન્સી 108 હોટ લોકેશન પર તહેનાત રાખવામાં આવશે. તેમજ જીએમડીસી ગ્રાઉન્ડ, કર્ણાવતી ક્લબ, રાજપથ ક્લબ સહિતનાં લોકેશન પર 108 ની ટીમ તહેનાત રહેશે.  તેમજ ક્વિક રિસ્પોન્સ આપી શકાય તે માટેની ટીમ પણ હાજર રહેશે. આ બાબતે 108 ઈમરજન્સીનાં સીઓઓ  ર્ડા. જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે,  ગુજરાતમાં હાલમાં 800 જેટલી રોડ એમ્બ્યુલન્સ, બે બોટ એમ્બ્યુલન્સ અને એક એર એમ્બ્યુલન્સ 108 ઈમરજન્સી સેવા મારફતે ગુજરાત સરકારે કાર્યાન્વિત કરેલી છે. આ સમગ્ર સેવાની જો તાજેતરમાં વાત કરવામાં આવે તો રોજનાં 4000 થી 4200 જેટલા કેસ સમગ્ર ગુજરાતમાં હેન્ડલ કરીએ છીએ. જો કાર્ડિયાક ઈમરજન્સીનાં કેસની વાત કરીએ તો  લગભગ પાંચથી છ ટકા કિસ્સાઓ કાર્ડિયાક ઈમરજન્સીનાં છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  રોજનાં લગભગ 230 થી 250 કેસ અમને કાર્ડિયાક ઈમરજન્સીનાં સમગ્ર ગુજરાતમાંથી મળે છે. 4200 માંથી કાર્ડિયાકનાં 250 કેસ આવી રહ્યા છે. ત્યારે કાર્ડિયાક ઈમરજન્સી કેસમાં 5 ટકાનો વધારો જોવા મળ્યો હતો. વાર્ષિક કાર્ડિયાક કેસમાં 29.39 નો વધારો થયો છે. વર્ષ 2022 માં કાર્ડિયાકનાં 49 હજાર 321 કેસ નોંધાયા છે. વર્ષ 2023 નાં અંતમાં કાર્ડિયાક કેસનો આંક 63 હજાર 109 થઈ શકે છે. ત્યારે રાજકોટમાં પણ હાર્ટ એટેકના વધતા કિસ્સાઓને લઇ સિવિલ હોસ્પિટલ સતર્ક બની છે. નવરાત્રિના નવ દિવસ સિવિલ હોસ્પિટલમાં હાર્ટ એટેક માટે ખાસ વોર્ડ ઉભો કરવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.રાજકોટ સિવિલ સુપ્રીન્ટેન્ડન્ટ દ્વારા એક મોટો નિર્ણય લેવાયો છે. તેમણે જણાવ્યું છે કે રાત્રીના પણ ડોક્ટર્સ અને ટીમ વોર્ડમાં હાજર રહેશે. દવા, ઇજેકશન સહિતની તમામ સારવાર મળી રહે તેવી વોર્ડમાં તમામ વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવી છે. રાજકોટ સિવિલમાં હાર્ટ એટેક માટે 50 બેડનો ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં 20 બેડ મહિલાઓ માટે, 20 બેડ પુરુષો માટે તૈયાર કરાયા છે, જ્યારે 10 બેડ સ્પે. કાર્ડિયો માટે તૈયાર કરાયા છે. રાત્રિ દરમિયાન હાર્ટ અટેકની સારવાર મળે રહે માટે ખાસ રાત્રિનો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.  જ્યાં આખી રાત વોર્ડમાં ડોક્ટરની ટીમ રહેશે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

 

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

નવરાત્રિમાં દરેક ગ્રાઉન્ડમાં 108 અને ડૉકટર હાજર રહેશે : હાર્ટ-એટેકના કેસ વધતાં લેવાયો નિર્ણય