National

અહીં 11 જાન્યુઆરી સુધી રહેશે વરસાદ, ગાઢ ધુમ્મસ સાથે કાતિલ ઠંડી : IMDની ચેતવણી

અહીં 11 જાન્યુઆરી સુધી રહેશે વરસાદ, ગાઢ ધુમ્મસ સાથે કાતિલ ઠંડી : IMDની ચેતવણી

- ભારતીય હવામાન વિભાગની આગાહી

- દેશના અલગ અલગ ભાગમાં હજુ બે ત્રણ દિવસ વરસાદ રહે તેવી શક્યતા

- જાણો કયા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ અને ઠંડી રહેશે

 

નવી દિલ્હી,રવિવાર

  એક તરફ ઉત્તર ભારતમાં વરસાદે તબાહી મચાવી છે. તો હવે બીજી તરફ હવામાન વિભાગે આગાહી કરી છે કે 11 જાન્યુઆરી સુધી ભારતના કેટલાક રાજ્યોમાં વરસાદ ચાલુ રહેશે. વરસાદ ઉપરાંત ગાઢ ધુમ્મસ પણ લોકોની મુશ્કેલીઓમાં વધારો કરશે.

  ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ઉત્તર અને મધ્ય ભારતમાં વરસાદનો મારો ચાલુ રહેશે. આજે રવિવારે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં વરસાદ પડશે. જો કે આ પછી વરસાદની અસર ઓછી થઈ જશે. બીજી તરફ મધ્યપ્રદેશ, વિદર્ભ, પૂર્વ ભારત અને છત્તીસગઢમાં 11 જાન્યુઆરી સુધી વરસાદ ચાલુ રહેશે. નોંધનીય છે કે વરસાદની સાથે લોકોને ગાઢ ધુમ્મસનો પણ સામનો કરવો પડશે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તર પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આગામી 24 કલાક સુધી ધુમ્મસ છવાયેલ રહેશે.

દિલ્હીમાં વરસાદે રેકોર્ડ તોડ્યો
  આ વખતે દિલ્હીમાં જાન્યુઆરીમાં પડેલા વરસાદે 22 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 41 મીમી વરસાદ નોંધાયો છે. દિલ્હીમાં શુક્રવાર રાતથી પડી રહેલા અવિરત વરસાદને કારણે દિલ્હીના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનો દૌર શરૂ થઈ ગયો છે.
  અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનો દૌર શરૂ થઈ ગયો છે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગહી અનુસાર આજ થી સમગ્ર રાજ્યમાં હાડ થીજવાદી તેવી ઠંડીનો ત્રીજા દૌરની શરૂઆત થઈ ચુકી છે. તેમજ આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં આવી જ કાતિ લ ઠંડી પડવાનું અનુમાન કરવામાં આવ્યું છે. તો વળી રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસો સુધી કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.

ચાલુ વર્ષે પહેલીવાર અમદાવાદમાં ઠંડીનો પારો 9 ડિગ્રીએ પહોંચ્યો
  અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ત્રણ દિવસના વાદળછાયા વાતાવરણ બાદ રવિવારે કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાયો. આમ રાજ્ય સહિત કેટલા જિલ્લામાં માવઠા બાદ ઠંડીમાં વધારો થવા પામ્યો છે. આમ રવિવારે અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીનો પારો સિંગલ ડીઝિટમાં સિંગલ ડિજીટમાં પહોંચ્યા છે. ચાલુ વર્ષે પહેલીવાર અમદાવાદમાં તાપમાનનો પારો 9 ડિગ્રી અને ગાંધીનગરમાં 8 ડિગ્રીન નોધાયો છે. આ સાથે રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છમાં અગામી બે દિવસો દરમિયાન કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

અહીં 11 જાન્યુઆરી સુધી રહેશે વરસાદ, ગાઢ ધુમ્મસ સાથે કાતિલ ઠંડી : IMDની ચેતવણી