- દરિયાના પાણીમાં લાકડાના સહારે 36 કલાક સુધી મોત સામે લડતો રહ્યો 14 વર્ષનો સુરતનો લખન
- તણાઇને 60 કિમી દૂર પહોંચ્યો તો માછીમારોએ જીવ બચાવી લીધો
સુરત, રવિવાર
આ તરફ ગુજરાતમાં ગણપતિ વિસર્જનમાં અલગ અલગ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે. જ્યારે પાંચ લોકોને ઈજા પહોંચી છે. સમગ્ર રાજ્યમાં હર્ષોલ્લાસ અને ધામધૂમ સાથે ગણેશ વિસર્જન કરવામાં આવ્યુ હતુ. લોકોએ બપ્પાને ભાવભીની વિદાય આપી હતી. જો કે અમુક સ્થળોએ ભક્તિનો આ માહોલ માતમમાં ફેરવાયો હતો. ત્યારે આજે કંઈક કુદરતનો ચમત્કાર થયો હોય એવું લાગે છે. કહેવાય છે કે કુદરત સામે માણસ હંમેશા લાચાર હોય છે. જોકે કેટલાક લોકો એવા પણ હોય છે કે જીવવાની જીજીવિશામાં કુદરત સાથે પણ લડે છે અને જીતી જાય છે. આવો જ કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. જ્યાં ગણેશ વિસર્જન દરમિયાન દરિયામાં ગરક થઇ જનાર 14 વર્ષના કિશોરે 36 કલાક સુધી અફાટ દરિયા સામે ઝઝૂમી પોતાનો જીવ બચાવ્યો છે. સુરતના દરિયામાં ડૂબેલો કિશોર નવસારીથી સુરક્ષિત મળી આવ્યો છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર