- થાઈલેન્ડના બેંગકોકના એક મોટા મોલમાં મંગળવારે ફાયરિંગની ઘટનાએ સનસનાટી મચાવી દીધી હતી
- આ ફાયરિંગમાં ચાર લોકોના મોત થયા છે. બીજી તરફ સુરક્ષાકર્મીઓએ ફાયરિંગના આરોપમાં 14 વર્ષના છોકરાની ધરપકડ કરી છે
- થાઈલેન્ડના વડા પ્રધાને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને તપાસના આદેશ આપ્યા હતા
બેંગકોક, મંગળવાર
થાઈલેન્ડના બેંગકોકના એક મોટા મોલમાં મંગળવારે ફાયરિંગની ઘટનાએ સનસનાટી મચાવી દીધી હતી. આ ફાયરિંગમાં ચાર લોકોના મોત થયા છે. બીજી તરફ સુરક્ષાકર્મીઓએ ફાયરિંગના આરોપમાં 14 વર્ષના છોકરાની ધરપકડ કરી છે. થાઈલેન્ડના વડા પ્રધાને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને તપાસના આદેશ આપ્યા હતા.મીડિયા રિપોર્ટ અનુસાર, સોશિયલ મીડિયા પર બે તસવીરો શેર કરવામાં આવી છે. આ તસવીરોમાં પોલીસકર્મીઓએ યુવકને જમીન પર સુવડાવી દીધો છે. તેના હાથ તેની પીઠ પાછળ બંધ કરીને હાથકડી પહેરાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ આ ઘટના બાદ બેંગકોકની તપાસ એજન્સીઓએ તપાસ શરૂ કરી દીધી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર