Gujarat

ફ્લેશબેક : ૨૨ વર્ષ પહેલાં આજના દિવસે નરેન્દ્ર મોદીએ ગુજરાતની ધૂરા સંભાળી હતી 

ફ્લેશબેક : ૨૨ વર્ષ પહેલાં આજના દિવસે નરેન્દ્ર મોદીએ ગુજરાતની ધૂરા સંભાળી હતી 

- મુખ્યમંત્રીથી વડા પ્રધાન સુધીની નરેન્દ્ર મોદીની ૧૩ વર્ષની સ્વર્ણિમ સફરમાં શું શું થયું 
- વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનો ૯ વર્ષનો કાર્યકાળ : ભારતનું નામ વિશ્વમાં ગૂંજતું કર્યું

ગાંધીનગર, શનિવાર

  ૭ ઓક્ટોબર-૨૦૦૧નો એ દિવસ કે જ્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતની ધૂરા સંભાળી હતી. ગુજરાતના ૧૪મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને એ પછી શરૂ થયેલી વિકાસ યાત્રા વણથંભી રહી છે. ગુજરાતને મોડલ તરીકે પ્રસ્થાપિત કરવાથી લઈ અનેક એવા આયામો ઉમેરાયા છે કે જેના કારણે આજે ગુજરાતનું નામ દેશમાં જ નહી પણ વિશ્વમાં પણ ગૂંજી રહ્યું છે. વાઈબ્રન્ટ સમિટ ગુજરાતની ઓળખ બની ચૂકી છે અને જેનો શ્રેય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ફાળે જાય છે. ૧૩ વર્ષ સુધી મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યા અને અનેક ઘટનાઓના તેઓ સાક્ષી રહ્યા છે. ગુજરાતને નવી ઊંચાઈએ લઈ જવામાં તેમણે લીધેલા અનેક નિર્ણયો કોઈ ભૂલી શકે તેમ નથી. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  ૭ ઓક્ટોબર,૨૦૦૧ના રોજ ૫૧ વર્ષની ઉંમરે નરેન્દ્ર મોદીએ ગુજરાતના ૧૪મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને એ પછી શરૂ થયેલી તેમની વિકાસ યાત્રા આજે પણ અવિરત ચાલુ રહેવા પામી છે. ગુજરાતમાં તેઓ ૧૩ વર્ષ સુધી મુખ્યમંત્રી પદે રહ્યા અને ૨૦૧૩માં વડા પ્રધાન પદે બિરાજમાન થયા હતા. ગુજરાતમાં ૧૩ વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા ત્યારે નરેન્દ્ર મોદીએ અનેક નવીન યોજનાઓ અમલી કરી હતી. વાઈબ્રન્ટ સમિટ આજે ગુજરાતની ઓળખ બની ચૂકી છે તો જ્યોતિગ્રામ યોજના થકી ૨૪ કલાક વીજળી આપવાનો શ્રેય પણ તેમના ફાળે જાય છે. વડા પ્રધાન બન્યા બાદ તેમની વિકાસ યાત્રા અવિરત ચાલુ રહેવા પામી છે અને આજે વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. ખેડૂતોની હરહંમેશ ચિંતા કરનારા વડા પ્રધાને ખેડૂતો માટે કિસાન સમ્માન નિધિ યોજના જાહેર કરી અને ખેડૂતોને વાર્ષિક ૬ હજારની આર્થિક સહાય મળી રહી છે. આયુષ્યમાન કાર્ડ થકી કરોડો લોકો ૧૦ લાખ સુધીની સારવાર મફત કરાવી શકે છે અને ૩૨ કરોડથી વધારે ગરીબ લોકોને કોરોનાકાળથી લઈ અત્યાર સુધી મફતમાં રાશન આપવાનો શ્રેય પણ વડા પ્રધાનને જાય છે. 

  કોરોનાકાળમાં દરેક સુરક્ષિત થાય તે માટે ૧૪૦ કરોડ લોકોને વેક્સિન મફતમાં આપવામાં આવી હતી અને જેના કારણે કોરોના સામે રક્ષણ મળી શક્યું હતું. ગુજરાતમાં છેલ્લા ૨૨ વર્ષમાં ૬૯,૦૦૦ કેનાલનું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું હતું. ગુજરાતને મેટ્રો ટ્રેન પણ આપવામાં આવી છે તો બુલેટ ટ્રેનનું કામ પૂરજાેશમાં ચાલુ છે. વડા પ્રધાન તરીકે મોદીએ ૯ વર્ષમાં નવી ઊંચાઈઓ સર કરી છે અને તેમાં વિશ્વમાં ભારતનું નામ આદર સાથે લેવાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીથી લઈ વડા પ્રધાન સુધીની લાંબી સફર કાપી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ફ્લેશબેક : ૨૨ વર્ષ પહેલાં આજના દિવસે નરેન્દ્ર મોદીએ ગુજરાતની ધૂરા સંભાળી હતી