- PM મોદીએ શરૂ કરેલી પશુ આરોગ્ય સેવાનો વ્યાપ વધારવા લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય
- રાજ્યમાં '10 ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના‘ યોજના શરૂ કરાઈઃ પશુપાલન મંત્રી રાઘવજી પટેલ
ગાંધીનગર, ગુરુવાર
ગુજરાતની પોણા ત્રણ કરોડ જેટલી પશુ સંપદાને આરોગ્ય રક્ષા કવચ પુરૂં પાડવા રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પશુ સારવાર માટેની મહત્વપૂર્ણ યોજના 10 ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના અંતર્ગત રાજ્યમાં ચાલુ વર્ષે EMRI-GHS મારફતે 250 નવા ફરતા પશુ દવાખાના શરૂ કરવામાં આવશે. આ યોજનાનો લાભ 2500 જેટલા ગામોને મળશે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર