Gujarat

ઓ બાપ રે, હૃદયને સાચવજાે : એક વર્ષમાં કાર્ડિયાકના કેસમાં ૨૯ ટકાનો વધારો 

ઓ બાપ રે, હૃદયને સાચવજાે : એક વર્ષમાં કાર્ડિયાકના કેસમાં ૨૯ ટકાનો વધારો 

- રાજ્યમાં ૧૦૮ એમ્બ્યુલન્સ રોજના ૪૨૦૦ જેટલા કેસ હેન્ડલ કરી રહી છે
- ૧૦૮ને રોજના ૨૫૦થી વધારે કોલ કાર્ડિયાક અરેસ્ટના આવી રહ્યા છે 

ગાંધીનગર,શુક્રવાર

  હાર્ટએટેકને લઈ ચિંતાનું મોજું જાેવા મળી રહ્યું છે અને કેમ કરીને પણ હાર્ટએટેકના કિસ્સા અટકતા નથી. નવરાત્રિની પ્રેક્ટિસ કરતાં કરતાં યુવકો ઢળી પડે છે અને મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. બીજી તરફ કાર્ડિયાક અરેસ્ટના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. હાર્ટને લગતા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે યુવાનોમાં ચિંતા જાેવા મળી રહી છે. નવરાત્રિ આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે યુવાઓ પણ સજાગ થાય તે જરૂરી છે અને ગરબા ઘૂમતે પહેલાં પોતાના હાર્ટની તપાસ કરાવે તેવું ડોક્ટરો પણ સલાહ આપી રહ્યા છે. જાે કે, હાર્ટ એટેક અને કાર્ડિયાકના વધેલા કેસ ચોક્કસપણે ચિંતા ઉપજાવી રહ્યા છે. 

  રાજ્યમાં હાલ ૮૦૦ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સો છે અને જેમાં બે બોટ અને એક એર એમ્બ્યુલન્સ પણ છે. દરરોજ ૧૦૮ને ૪૨૦૦ જેટલા કોલ મળી રહ્યા છે અને જેમાંકાર્ડિયાક અરેસ્ટના ૨૫૦ જેટલા કેસ મળી રહ્યા છે. કાર્ડિયાકના કેસમાં એક વર્ષમાં જ અધધ કહી શકાય તેટલો ૨૯ ટકાનો વધારો થયો છે જે ચિંતા ઉપજાવે છે. વર્ષ-૨૦૨૨માં કાર્ડિયાકના ૪૯ હજાર ૩૨૧ કેસ સામે આવ્યા હતા ત્યાં ૨૦૨૩માં જ ૬૩ હજાર ૧૦૯ કેસ સામે આવી ચૂક્યા છે. હાર્ટને લગતા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને જેના કારણે ડોક્ટરો પણ યુવાનોને વ્યાયામનો અતિરેક ન કરવા સલાહ આપી રહ્યા છે. નવરાત્રિમાં ગરબે ઘૂમવું છે તો પહેલા હાર્ટની તપાસ કરાવી લ્યો અને તેને લગતા રિપોર્ટ કરાવી લો તેવી સલાહ ડોક્ટરો આપી રહ્યા છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ઓ બાપ રે, હૃદયને સાચવજાે : એક વર્ષમાં કાર્ડિયાકના કેસમાં ૨૯ ટકાનો વધારો