Gujarat

RTE હેઠળ ખોટા પૂરાવા રજૂ કરી પ્રવેશ મેળવનાર ચેતી જજો, આવક વધુ છતાં 308 બાળકોના થયા એડમિશન, DEOમાં નોંધાઈ ફરિયાદ

RTE હેઠળ ખોટા પૂરાવા રજૂ કરી પ્રવેશ મેળવનાર ચેતી જજો, આવક વધુ છતાં 308 બાળકોના થયા એડમિશન, DEOમાં નોંધાઈ ફરિયાદ

- દોઢ લાખ કરતાં વધુ આવક છતાં વાલીઓએ ખોટા ડોક્યુમેન્ટ્સથી પ્રવેશ મેળવ્યો
- વધુ આવક છતાં RTE હેઠળ પ્રવેશ મેળવેલ 308 બાળકોની DEOમાં ફરિયાદ થઈ

અમદાવાદ, શનિવાર 

  રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ વર્ષે 1.50 લાખ કરતી ઓછી આવક ધરાવતા ગરીબ પરિવારના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. દેશમાં તમામ બાળકોને શિક્ષણનો અધિકાર મળી રહે તે માટે આરટીઈનો કાયદો લાવવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ ગરીબ પરિવારના બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવે છે. પરંતુ અમદાવાદમાં આ કાયદાનો ખોટી રીતે લાભ લેવાનો મામલો સામે આવ્યો છે. અમદાવાદમાં આવક વધુ છતાં 308 બાળકોના RTE હેઠળ થયા એડમિશન થયા છે. શહેરની 5 સ્કૂલો દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ ફરિયાદ કરાઈ છે. રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ અમદાવાદની સ્કૂલોમાં વધુ આવક હોવા છતાં વાલીઓએ ખોટા ડોક્યુમેન્ટથી પોતાના બાળકોનું RTE હેઠળ એડમિશન કરાવતા મામલો જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ પહોંચ્યો છે. અમદાવાદની પાંચ સ્કૂલો દ્વારા 308 જેટલા વિદ્યાર્થીઓની જિલ્લા શિક્ષણાધિકારી (DEO) સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે. સ્કૂલો દ્વારા વાલીઓના ઈન્કમટેક્સ રિટર્ન ચેક કરવામાં આવતા સમગ્ર મામલો ઉઘાડો પડ્યો હતો. 308 સક્ષમ વાલીઓએ RTE હેઠળ પ્રવેશ માટે નકલી ડોક્યુમેન્ટ બનાવ્યાનો ખુલાસો થયો છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  અમદાવાદની ઉદગમ સ્કૂલ (થલતેજ), ઝેબર સ્કૂલ (થલતેજ), આનંદ નિકેતન સ્કૂલ (સેટેલાઈટ), ગ્લોબલ ઈન્ડિયા (ત્રાગડ) સ્કૂલ દ્વારા કુલ 308 બાળકોના પ્રવેશ લઈને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં ફરિયાદ કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓના વાલીઓની નિયત આવક મર્યાદા કરતા વધુ હોવા છતાં તેઓએ ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે પોતાના બાળકોનું એડમિશન કરાવ્યું હોવાની ડીઈઓ સમક્ષ રજૂઆત કરી છે. સ્કૂલો દ્વારા RTE અંતર્ગત પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓના વાલીઓના ઈન્કમટેક્સ રિટર્નની તપાસ કરાવવામાં આવતા વાલીઓની સાચી આવકનો ભાંડો ફૂટ્યો હતો. જે બાદ શાળાઓ દ્વારા આ વિદ્યાર્થીઓની યાદી બનાવીને જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. સ્કૂલોની ફરિયાદના આધારે DEO દ્વારા તમામ વાલીઓને રૂબરૂ બોલાવવામાં આવશે.  ખરેખર આ વાલીઓ દ્વારા આ પ્રકારે ખોટા ડોક્યુમેન્ટ્સના સહારે તેમના બાળકનો પ્રવેશ કરાવ્યો હોય તો તેઓએ ગરીબ અને મધ્યમવર્ગના સાચા હકદાર બાળકો સાતે ભારે અન્યાય કર્યો છે.  આ રીતે આરટીઈમાં ખોટા પૂરાવા રજૂ કરી પ્રવેશ લેતા વાલીઓ માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે. ભવિષ્યમાં પણ  DEO તરફથી તમામ વાલીઓની તપાસ હાથ ધરાશે, જેમાં ખોટા પૂરાવા રજૂ કરનાર સામે કાર્યવાહી થઈ શકે છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 

RTE હેઠળ ખોટા પૂરાવા રજૂ કરી પ્રવેશ મેળવનાર ચેતી જજો, આવક વધુ છતાં 308 બાળકોના થયા એડમિશન, DEOમાં નોંધાઈ ફરિયાદ