- પરીક્ષાની ઉત્તરવહીના માર્ક્સના સરવાળામાં ભૂલ કરી હતી
- 3855 શિક્ષકોને 24 લાખથી વધુનો દંડ ફટકારાયો
ગાંધીનગર, શનિવાર
ગુજરાત માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી)ની ધોરણ10 -12 સાયન્સ, સામાન્ય પ્રવાહની માર્ચ-2023ની પરીક્ષાની ઉત્તરવહીમાં ભૂલ કરનારા 3855 શિક્ષકોને 24 લાખથી વધુનો દંડ ફટકારાયો છે. જે શિક્ષકોની સામે દંડનાત્મક કાર્યવાહી કરાઈ છે, તે શિક્ષકોને પ્રત્યેક ભૂલ દીઠ 100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. પરીક્ષાની ઉત્તરવહીમાં ભૂલ કરનારા 3855 શિક્ષકોને 24 લાખથી વધુનો દંડ ફટકારાયો છે. જોકે, આ દંડ ગત વર્ષ કરતા ઓછો છે. ઉલ્લેખનીય છે કે માર્ચ 2022ની બોર્ડની પરીક્ષાની ઉત્તરવહી ચકાસણી કરનારા 3900 શિક્ષકોને 33 લાખનો દંડ કરાયો હતો. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર