District

ધોરણ 10 અને 12ની પરીક્ષાના પેપર ચકાસણીમાં ભૂલો કરનાર શિક્ષકો દંડાયા, 3800 શિક્ષકોને રૂ.24 લાખનો દંડ કરાયો

ધોરણ 10 અને 12ની પરીક્ષાના પેપર ચકાસણીમાં ભૂલો કરનાર શિક્ષકો દંડાયા, 3800 શિક્ષકોને રૂ.24 લાખનો દંડ કરાયો

- પરીક્ષાની ઉત્તરવહીના માર્ક્સના સરવાળામાં ભૂલ કરી હતી
- 3855 શિક્ષકોને 24 લાખથી વધુનો દંડ ફટકારાયો

ગાંધીનગર, શનિવાર 

  ગુજરાત માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી)ની ધોરણ10 -12 સાયન્સ, સામાન્ય પ્રવાહની માર્ચ-2023ની પરીક્ષાની ઉત્તરવહીમાં ભૂલ કરનારા 3855 શિક્ષકોને 24 લાખથી વધુનો દંડ ફટકારાયો છે. જે શિક્ષકોની સામે દંડનાત્મક કાર્યવાહી કરાઈ છે, તે શિક્ષકોને પ્રત્યેક ભૂલ દીઠ 100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. પરીક્ષાની ઉત્તરવહીમાં ભૂલ કરનારા 3855 શિક્ષકોને 24 લાખથી વધુનો દંડ ફટકારાયો છે. જોકે, આ દંડ ગત વર્ષ કરતા ઓછો છે. ઉલ્લેખનીય છે કે માર્ચ 2022ની બોર્ડની પરીક્ષાની ઉત્તરવહી ચકાસણી કરનારા 3900 શિક્ષકોને 33 લાખનો દંડ કરાયો હતો. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

Embed Instagram Post Code Generator

  ગત માર્ચ મહિનામાં યોજાયેલી બોર્ડની પરીક્ષામાં પેપર ચકાસણીમાં ભૂલ કરનાર શિક્ષકોને દંડ ફટકારવામાં આવ્યો છે. ધો.10-12ની બોર્ડની પરીક્ષામાં પેપર ચકાસણીમાં ભૂલ કરનારા 3800 શિક્ષકોને રૂ. 24 લાખનો દંડ કરાયો છે. ગુજરાત શિક્ષણ બોર્ડ સત્તાવાળાઓએ આ શિક્ષકોને ઉત્તરવહીમાં કરેલી ભૂલ બદલ નોટિસ ફટકારી છે. માર્ચ 2023ની ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા પછી  રાજ્યના વિવિધ જિલ્લાઓના વિદ્યાર્થીઓની ઉત્તરવહી ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ધોરણ 10ની 60 લાખ ઉત્તરવહીઓની 20 હજાર જેટલા શિક્ષકોએ ચકાસણી કરી હતી. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની 30 લાખ ઉત્તરવહીની 15 હજાર જેટલા શિક્ષકોએ ચકાસણી કરી હતી. આ ઉપરાંત ધોરણ 12 સાયન્સની વાત કરીએ તો 5 હજાર જેટલા શિક્ષકોએ 5 લાખ ઉત્તરવહીની ચકાસણી કરી હતી. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીની ચકાસણીમાં કેટલાક શિક્ષકોએ આંકડાકીય વિગતો લખવામાં ભૂલ કરી હતી, એટલે કે ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીના માર્ક્સના સરવાળામાં ભૂલ કરી હતી. જે બાદ ફરીથી ઉત્તરવહીને ચેક ચેક કરી ભૂલો સુધારીને વિદ્યાર્થીઓને માર્ક્સ અપાયા હતા. ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા ઉત્તરવહી ચકાસણીમાં ભૂલ બદલ શિક્ષકોને પેનલ્ટી કે દંડ ફટાકારાયો છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો