
- આઇ.એ.એસ. અધિકારીઓએ જિલ્લાની પોતાની તાલીમ દરમિયાનના અનુભવો મુખ્યમંત્રી સાથે શેર કર્યા
- CM એ આ વિકાસ યાત્રામાં પોતાનું ઉત્કૃષ્ટ કાર્ય પ્રદાન કરે તેવી શુભકામનાઓ પાઠવી
ગાંધીનગર, મંગળવાર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યના 2020-22ની બેચના 8 પ્રોબેશનરી આઇ.એ.એસ અધિકારીઓએ ગાંધીનગરમાં મુલાકાત લીધી હતી. આ ૮ અધિકારીઓ ગુજરાત કેડરમાં ફાળવાયેલા છે અને રાજ્યના વિવિધ જીલ્લામાં તેમની તાલીમ પૂર્ણ કરીને બીજા તબક્કાની તાલીમ માટે તેઓ આઈએએસ ટ્રેનિંગ સેન્ટર મસુરી ખાતે જવાના છે.

આ પ્રોબેશનરી આઇ.એ.એસ. અધિકારીઓએ જિલ્લાની પોતાની તાલીમ દરમિયાનના અનુભવો મુખ્યમંત્રી સાથે શેર કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને રાજ્યની વિકાસયાત્રામાં તેમનું યોગદાન મળતું રહે અને તાલીમ બાદ તેઓ જ્યારે ગુજરાત પરત આવે ત્યારે આ વિકાસ યાત્રામાં પોતાનું ઉત્કૃષ્ટ કાર્ય પ્રદાન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, સ્પીપાના મહાનિયામક આર.સી.મીના, મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ આ મુલાકાત બેઠક દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.


