
- કોરોનાની ત્રીજી લહેરને નાથવા માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં વહીવટી તંત્ર દ્વારા ઉપરાછાપરી પગલાં
- છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 93,467નું રસીકરણ થયું, અત્યાર સુધીમાં કુલ 10,128ના મૃત્યુ
અમદાવાદ, રવિવાર
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસોમાં પ્રતિદિન વધારો નોંધાવા માંડયો છે. છેલ્લા 24 કલાકમાંજ ગુજરાતમાં 6275 વધુ કેસ નોંધાયા છે. જો કે, સામા પક્ષે 93,467 નાગરિકોનું રસીકરણ પણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 27, 913 થયા છે, જેમાંથી 27,887 દર્દીઓની હાલત સ્થિર હોવાનું રાજ્ય સરકારની સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરને ખાળવા માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગો કટિબદ્ધ બન્યા છે. આમ છતાં કોરોના કેસોની સંખ્યા હજારોમાં વધવા માંડી છે. છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 6,275 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 27,913 કુલ કેસ થયા છે, જેમાંથી 27,887 દર્દીઓની હાલત સ્થિર છે, જ્યારે 26 દર્દીઓ વેન્ટિલેટર પર હોવાનું સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.

આ યાદીમાં વધુમાં અપાયેલી વિગત મુજબ અત્યાર સુધીમાં 8,24,163 દર્દીઓ સાજા થઈ ગયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન પણ 1263 દર્દીઓ સાજા થઈ જતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કોરોનાને મહાત આપીને સાજા થવાનો દર 95.59 ટકા હોવાનું પ્રશાસન જણાવી રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ 8,24,163 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે, જ્યારે કુલ મૃત્યુનો આંકડો 10,128એ પહોંચી ગયો છે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu
