Gujarat

પાલતુ શ્વાન માટે 7 લાખના ખર્ચે બર્થ-ડે પાર્ટી યોજી લોકગાયિકાને પણ બોલાવી : આ શ્વાન પ્રેમ ભારે પડ્યો, 3ની ધરપકડ

- અમદાવાદના નિકોલ વિસ્તારમાં બનેલી ઘટના, લોકગાયિકા કાજલ મહેરીયાની પણ ધરપકડની ઉઠી માંગ

- પાર્ટી પ્લોટના પ્રવેશદ્વાર પર જ એબ્બી નામના શ્વાન સાથે કાજલ મહેરિયાની મોટી સાઈઝની તસવીરો પણ મૂકવામાં આવી

અમદાવાદ, શનિવાર

  રાજ્યના સૈાથી વધારે કોરોના કેસ મેટ્રો સીટી અમદાવાદમાં આવી રહ્યા છે ત્યારે પણ લોકોની લાપરવાહી ઓછી થઈ નથી. અમદાવાદમાં એક ડોગના જન્મદિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકોને એકઠા કરીને ભારે તાયફો કરવામાં આવ્યો હતો. આ ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતની કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. પાર્ટીમાં ડી,જે,પાર્ટી પણ આયોજન કરાયું હતું, જેના પગલે પોલીસે કેસ નોંધીને ત્રણ લોકોની ધરપકડ કરી છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા મધુવન ગ્રીન પાર્ટી પ્લોટમાં યીજાયેલી આ ડોગ પાર્ટીના આયોજક ચિરાગ ઉર્ફે મિતેષ પટેલ, ઉર્વિશ પટેલ અને દિવ્યેશ મહેરિયાની નિકોલ પોલીસે ધરપકડ કરી છે.

   અમદાવાદમાં કોરોનાને પગલે સ્થિતિ ખરાબ છે તેવા સમયે આ પાર્ટીમાં લોકોના ટોળાં ઉમટ્યા હતાં. આ પાર્ટીમાં લોકગાયિકા કાજલ મહેરીયાએ પણ ગીતોની રમઝટ બોલાવી હતી, આથી એની સામે પણ ગૂનો નોંધીને ધરપકડ કરવાની માંગ ઉઠી છે. રાસગરબાની રમઝટ સાથે પોમેરિયન બ્રીડના ગલુડિયા એબ્બીના બર્થડે માટે લગભગ રૂપિયા સાત લાખનો ખર્ચ કર્યો હોવાનું સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.

  નિકોલ વિસ્તારમાં આવેલા મધુવન પાર્ટી પ્લાટ ખાતે 7 જાન્યુઆરીએ એબ્બીનો બર્થ ડે ઉજવવા માટે ખાસ આયોજન કરાયું હતું. જેમાં અદાજિત સાત લાખ ખર્ચો કરાયો હતો. આ પાર્ટી પ્લોટના પ્રવેશદ્વાર પર જ એબ્બી સાથે કાજલ મહેરિયાની મોટી સાઈઝની તસવીરો પણ મૂકવામાં આવી હતી. બર્થ-ડે પાર્ટીમાં કાજલ મહેરિયાએ ગીત ગાયાં હતાં. આ પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં. લોકોએ પણ કાજલ મહેરીયાના સૂરના તાલે રાસની રમઝટ બોલાવીને બર્થ ડેની ઉજવણી કરી હતી.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

પાલતુ શ્વાન માટે 7 લાખના ખર્ચે બર્થ-ડે પાર્ટી યોજી લોકગાયિકાને પણ બોલાવી : આ શ્વાન પ્રેમ ભારે પડ્યો, 3ની ધરપકડ