- ખેડબ્રહ્મા મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરને લાઇટ અને ફૂલથી શણગારાયું
- ચાર મંદિરોમાં કુલ 4.26 લાખ ભક્તોએ માતાજીના દર્શન કર્યા
ખેડબ્રહ્મા, સોમવાર
આજે નવલી નવરાત્રિનું બીજું નોરતું છે. ખેલૈયાઓ ગરબા રમવા માટે થનગની રહ્યાં છે. નવરાત્રીના પાવન દિવસોમાં ગુજરાતમાંથી હજારો ભક્તો જગતજનની અંબે માના દર્શન કરવા આવે છે. ભક્તો નવરાત્રી દરમિયાન અંબાજી જઈને જગત જનની માતા જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અંબાજીમાં 2.16 લાખ, બહુચરાજીમાં 1 લાખ અને ઊંઝા ઉમિયા માતાજીના 1 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા હતા. આ સાથે જ ખેડબ્રહ્મામાં પ્રથમ નોરતે 8 થી 10 હજાર ભક્તોએ દર્શન કર્યા હતા. ચાર મંદિરોમાં કુલ 4.26 લાખ ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા.