- પરિવારે શોધખોળ કરી છતાં પુત્રની ભાળ ન મળતા કલોલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
- ઘરેથી રમવા જવાનું કહીને નીકળ્યા બાદ પુત્ર ગુમ
કલોલ, બુધવાર
કલોલમાં રહેતાં પરિવારનો બાર વર્ષનો પુત્ર ઘરેથી રમવા જવાનું કહીને નીકળ્યા બાદ ગુમ થઈ ગયો હતો. પરિવારજનો દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તેની ભાળ ન મળતાં અંતે આ મામલે કલોલ તાલુકા પોલીસ મથકે પુત્ર ગુમ થયા અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે.